રાજકોટમાં સિટી બસના અકસ્માતમાં 4 નિર્દોષનો જીવ લેનાર ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી છે જેમાં ઈન્દિરા સર્કલ પાસે સિટી બસે કર્યો હતો અકસ્માત તો સિટી બસચાલક શિશુપાલ રાણાની ધરપકડ કરવામાં આવી છે,હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસે કરી ધરપકડ તો પોલીસની પૂછપરછમાં આરોપી ગોળગોળ જવાબ આપી રહ્યો હોવાની વાત સામે આવી છે.
ડ્રાઈવર શિશુપાલ પોલીસને આપી રહ્યો છે ગોળગોળ વાત
ડ્રાઈવરને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે,તો ડ્રાઈવરનું કહેવું છે કે,સ્ટિયરિંગ લોક થઈ જાય છે તો બ્રેક લાગતી નથી અને લાયસન્સ એક્સપાયરને લઈને પણ પોલીસની તપાસ ચાલી રહી છે,ડ્રાઈવરની પૂછપરછ બાદ એજન્સીની તપાસ કરાશે અને એજન્સી સુપરવાઈઝર વિક્રમ ડાંગરની પણ થશે પૂછપરછ.
રાજકોટની સિટી બસ એજન્સીને દંડ કરવા મુદ્દે બેઠક યોજાઈ હતી
રાજકોટ મહાનગર પાલિકાના કમિશ્નર તુષાર સુમેરાએ કહ્યું હતું કે, સિટી બસ એજન્સી સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.એજન્સી સાથેના કરારની વિગતો મેળવાઈ રહી છે. મોડી રાત સુધી એજન્સીને દંડ કરવા મુદ્દે બેઠક યોજાઈ હતી. એજન્સી અને જવાબદારો સામે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરાશે. ડિપોઝિટ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરાશે. સિટી બસનો કોન્ટ્રાક્ટ દિલ્હીની પીએમઆઈ એજન્સી પાસે છે અને સંચાલન માટે વિશ્વકર્મા અને નારાયણ નામની બે એજન્સી છે.
સિટી બસ અકસ્માતમાં કંપનીનું 8 કરોડ ડિપોઝટ, 22 કરોડ બાકી બિલ અટકાવાયું
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો. લોકોએ કહ્યું હતું કે, તંત્ર કાર્યવાહીના નામે નાટક કરે છે. નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાય છે. તંત્ર માત્ર તમાશો જોઈ રહે છે. બીજી તરફ બસ સંચાલકની કંપની સામે કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. બસનુ સંચાલન કરતી કંપનીના બીલ રોકી દેવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાની તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પેમેન્ટની ચુકવણી નહીં કરાય. કંપનીનું 8 કરોડ ડિપોઝટ, 22 કરોડ બાકી બિલ અટકાવાયું છે.