ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સહિત ચાર આરોપીઓના ગોંડલના હનિટ્રેપના કેસમાં જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. જ્યારે મુખ્ય આરોપી તેજલ છાયા હજી પોલીસ પકડથી દૂર છે. પદ્મિની બા સહિતના આરોપીઓએ ગોંડલના રમેશ અમરેલિયાને ફસાવીને 8 લાખની માગણી કરી હતી. તે ઉપરાંત તેને માર મારવાની અને મકાન પડાવી લેવાની પણ ધમકી આપી હતી. ત્યાર બાદ પોલીસે ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી.


મુખ્ય આરોપી તેજલ છાયા હજુ ફરાર

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોંડલમાં હનીટ્રેપની ઘટનામાં પોલીસે ક્ષત્રીય આંદોલન વેળાએ બહુ ચર્ચિત બનેલા પદ્મીનીબા વાળા સહિત ચારની ધરપકડ કરી હતી. પોલીસે પદ્મિનીબા વાળા અને તેના પુત્ર સત્યજીતસિંહ ગીરીરાજસિહ વાળા,શ્યામ સંજયભાઈ રાયચુરા તથા હિરેન હિતેશભાઈ દેવડીયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. આ કેસમાં મુખ્ય આરોપી તેજલ છાયા ફરાર હોવાથી તેને પકડી લેવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતાં પણ તે હજુ પોલીસ પકડથી દૂર છે.

ગોંડલના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવ્યા હતા

ગોંડલ રહેતા અને નિવૃત જીવન જીવતા રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા ઉ.૬૦ નામના વૃદ્ધે એક યુવતી, પદ્મીનીબા વાળા, તેનો પૂત્ર, શ્યામ અને હિરેન સામે ફરિયાદ નોંધાવી હતી. એક બહેને રાત્રે વીડિયો કોલ કરી તેના અંગો બતાવ્યા હતાં. ત્યાર બાદ આ બહેન, પદ્મિનીબા અને તેના દીકરા સહિત પાંચ લોકો બળજબરી મારા ઘરમાં ઘૂસી ગયા હતાં. પદ્મિનીબા તમારાથી દીકરી સાથે આવું કેમ કરાય કહી રાડો પાડવા લાગ્યા હતા. તને રોડ વચ્ચે નાગો કરીને મારીશ તારું મકાન તોડી નાખીશ કહી ધમકી આપી હતી.ત્યાર બાદ રમેશ અમરેલીયાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે પદ્મિની બા તેમનો પુત્ર સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.


  • Follow us on: