રાજકોટમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે,જેમાં કાલાવડ રોડ, નવા 150 ફૂટ રીંગ રોડ પર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે,25થી વધુ કાચા પાકા મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે,જેમાં સરકારી જમીન પર બાંધકામ કરાતા તંત્રએ ડિમોલિશન કરીને જમીન ખુલ્લી કરી છે,કોર્પોરેશન,પોલીસ અને મામલતદારની હાજરીમાં આ ડિમોલિશન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં સરકારી જમીન પર ઝૂંપડા અને પાકા મકાનો બનાવ્યા હતા
રાજકોટના કાલાવાડ રોડ પર સરકારી જમીન પર કાચા મકાનો બનાવી દેવામાં આવ્યા હતા જેને લઈ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે,મનપા દ્વારા નોટિસ આપી મકાન ખાલી કરવા હુકમ કરાયો હતો પરંતુ સ્થાનિકોએ મકાન ખાલી કર્યા ન હતા જેને લઈ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.મનપા પણ સરકારી જમીન ખાલી કરવા માટે કામે લાગ્યું હતુ,આજે વહેલી સવારથી કોર્પોરેશનની ટીમે ગેરકાયદેસર બાંધકામને લઈ બુલડોઝર ફેરવી દીધુ હતુ.
3 દિવસ પહેલા પણ રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનાં ડિમોલિશન કરવામાં આવી રહ્યા છે. જેને લઈ રાજકોટના રામાપીર ચોક પાસે અનઅધિકૃત રીતે ખડકાયેલ 5 માળની ઇમારતને બ્રેકર અને હથોડાથી તોડી પાડવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આસપાસમાં રહેણાંક વિસ્તાર છે અને JCB પણ આ વિસ્તારમાં લાવવું શક્ય નહીં હોવાથી બ્રેકર દ્વારા ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આગામી 15 થી 20 દિવસ સુધી આ કામગીરી કરવામાં આવશે અને રાજકોટ સિટીની અંદર સરકારી જમીન પર જેટલા પણ ગેરકાયદેસર બાંધકામ કર્યા હશે તે બાંધકામ દૂર કરવામાં આવશે,કોર્પોરેશને આવા બાંધકામને લઈ નોટિસ પણ ફટકારી છે.