- ભાવનગરમાં ગેસપંપ પર કારમાં આગ
- અચાનક જ સળગી ઉઠી કાર
- લોકોમાં મચી ગઈ અફરાતફરી
ભાવનગરમાં એક પેટ્રોલપંપ પર મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. અહીં ગેસ ભરાવવા માટે આવેલી એક સીએનજી કાર અચાનક જ ધૂ ધૂ કરતા સળગી ઉઠી હતી. કારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જેના પછી પેટ્રોલપંપ પર હાજર લોકો અને સ્ટાફમાં નાસભાગ મચી ગઈ હતી.
પેટ્રોલપંપ પર એક નાની અમથી ચિનગારી પણ ઘણીવાર જાનલેવા દુર્ઘટનાનું કારણ બની શકે છે, પરંતુ ભાવનગરના નારી વિસ્તારમાં આવેલા ભારત પેટ્રોલિયમના ગેસ પંપ પર એવી ઘટના બની હતી જેના લીધે ત્યાં હાજર દરેક લોકોના જીવ થોડા સમય માટે પડીકે બંધાઈ ગયા હતા. એક પેટ્રોલ રિફ્યુલિંગ માટે આવેલી સીએનજી કાર અચાનક જ સળગી ઉઠતા લોકોમાં ચકચાર મચી ગઈ હતી અને લોકો આમતેમ જ્યાં જગ્યા મળે તે દિશામાં કારથી દૂર થઈ જવા માટે ભાગ્યા હતા.













