પાટણના સમી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 10મી માર્ચના રોજ આંગણડીયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના બની હતી જેમાં બાઈક પર આવેલ બે લૂંટારુઓ આંગડિયાપેઢીના કર્મચારીને છરીની અણીએ 26લાખ 50હજારની લૂંટ કરી ફરાર થઇ જાય છે ત્યારે સમગ્ર લૂંટનો ભેદ ઉકેલવામાં પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને લૂંટમાં ગયેલ રોકડ સાથે 3 ઈસમોને ઝડપી આગળની કાર્યવાહી હાથધરી છે.
ફરિયાદી નીકળ્યો આરોપી
સમીના પીઍમ આંગડિયા પેઢીનો કર્મચારી સલામન તાલિબભાઈ સૈયદ 10મી માર્ચ રાત્રીના સમયે 26 લાખ 50 હજાર લઈ હારીજ ખાતે આંગડિયાપેઢીએ આપવા બાઈક પર જઈ રહ્યો હતો આ દરમિયાન કઠીવાડા ગામ નજીક સામેથી એક બાઈક આવે છે જેમાં બુકાની ધારણ કરેલ બે ઈસમો સલમાનનો બાઈક ઉભો રખાવી છરી ભીડાવી સલામન પાસે રહેલ રોડક ભરેલ થેલો લઈ લૂંટ ચાલવી ફરાર થઇ જાય છે ત્યારબાદ આંગડિયાપેઢીનો કર્મચારી ઘટના મુજબ સમી પોલીસ મથકે બાઈક પર આવેલ બે અજાણ્યા ઈસમો વિરોધ ફરિયાદ નોંધાવે છે.
પોલીસની તપાસમાં થયો ખુલાસો
પોલીસ પણ લૂંટના બનાવને કારણે SOG, LCB સહીત પોલીસની અલગ અલગ ટિમો બનાવી નાકાબંધી કરી લૂંટારૂને પકડવા ચક્રો ગતિમાન કરે છે પરંતુ પોલીસ તપાસ દરમિયાન સમગ્ર લૂંટનો માસ્ટર માઈન્ડ અન્ય કોઈ નહીં પણ ખુદ ફરિયાદી જ નીકળે છે એટલે કે જે આંગડિયા પેઢીનો કર્મચારી સલમાન તાલિબ સૈયદ હતો એને જ સમગ્ર લૂંટનો પ્લાન કરી લૂંટ થઇ હોય તેવું કહી પોલીસને પણ દોડતી કરી હતી..
સમગ્ર લૂંટનો પ્લાન
આંગડિયા પેઠીના કર્મચારી સલમાન સૈયદે સમગ્ર લૂંટનો પ્લાન પહેલેથી જ રચ્યો હતો જેમાં તેને પ્રથમ તેની પાસે રહેલ રોકડ રૂપિયા તેના મિત્રને જમીન વેચી છે તેના પૈસા છે અને હાલ મારે જરૂર નથી તો તારી પાસે રાખ તેમ કહીને આપે છે અને સલમાન લૂંટના પ્લાન મુજબ આંગડિયા પેઢીમાંથી જે થેલો લઈને નીકળે છે તેમાં રોકડ રકમની જગ્યાએ પુઢા (કાગળ) ભરીને નીકળે છે તેમજ પોલીસને ગેરમાર્ગે દોરવા તે પેટ્રોલ પંપે જાય છે કારણકે તે cctvમાં થેલા સાથે આવે એટલે અને પ્લાન મુજબ પેટ્રોલ પંપ નીકળ્યા બાદ સરવાલ પટીયા પાસે નર્મદા કેનાલ જોડે પહોંચે છે જ્યાં અગાઉ થીજ તેના મિત્ત્રો સમીર ચૌહાણ અને આસિફ ઘાંચી બાઈક લઈને ઉભા હોય છે અને પ્લાન મુજબ સમગ્ર લૂંટના પ્લાનને અંજામ આપે છે.
સલામન સૈયદ દ્વારા લૂંટનું પ્લાન કરવાનું કારણ શુ હતું
લૂંટની ઘટના બન્યા બાદ પોલીસને શરૂઆત થીજ ફરિયાદી સલામન પર શંકાઓ હતી જેથી પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસીસના આધારે ફરિયાદી સલામની મુવમેન્ટ / ભૂમિકા સંકાસ્પદ જણાતા તેને LCB કચેરીએ લાવી યુક્તિ-પ્રયુક્તિ દ્વારા સઘન પૂછતાછ કરતા પોતેજ સમગ્ર પ્લાન ઘડી લૂંટને અંજામ આપે છે તેવું કબૂલ કરે છે.સમી પીઍમ આંગડિયાપેઢીનો કર્મી સલામન સૈયદ પોતે આર્થિક રીતે ભાંગી પડેલ હોવાથી સમગ્ર લૂંટનો પ્લાન ઘડે છે જેમાં તેનો પાસે ગ્રાહકોને આપવા પૈસાની સગવડ ના હોઈ તેમજ અન્ય ગ્રાહકો પાસે આંગડિયા પેઢીના પૈસા અટવાઈ ગયા હોવાથી અને રૂપિયાની જરૂરી હોવાથી પોતાના 2 મિત્ર સાથે મળી સમગ્ર લૂંટનો પ્લાનને અંજામ આપે છે.LCB પોલીસે લૂંટમાં ગયેલ 26લાખ 50હજાર સહીત બે બાઈક અને મોબાઈલ મળી કુલ 27 લાખ 25 હજારના મુદ્દા માલ સાથે 3 ઈસમોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.
આરોપીઓ
1_સલમાન તાલિબભાઈ સૈયદ _લૂંટનો પ્લાન ઘડનાર આંગડિયા પેઢીનો કર્મી..
2_ સમીર ઇલ્યાસ ચૌહાણ _પ્લાન મુજબ લૂંટ કરનાર.
3_આસિફ ઈબ્રાહીમ ઘાંચી _પ્લાન મુજબ લૂંટ કરનાર.













