ગાંધીનગરના દહેગામમાં ફરજ મોકુફ નાયબ મામલતદાર રૂપિયા 18 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે,આજ નાયબ મામલતદાર અગાઉ પણ લાંચ લેતા ઝડપાતા તેમને ફરજ પર મોકુફ રખાયા હતા,ત્યારે આજે ફરી લાંચ લેતા ઝડપાઈ જતા,દહેગામ કલેકટર કચેરીમાં અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.તારીખ 25.4.2022 ના રોજ કલોલ મામલતદાર કચેરી ખાતે પ્રવીણભાઈ મૂળજીભાઈ પરમાર, નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે મયંક પટેલ, મામલતદાર કલોલ સાથે રૂપિયા ૨ લાખ ૬૦ હજારની લાંચ લેતા પકડાયેલ. ત્યારથી ફરજ મોકૂફી ઉપર દહેગામ મામલતદાર કચેરી ખાતે મુકેલ છે.
જાણો કેમ માગી લાંચ
આ કામના ફરિયાદીની વેચાણ થયેલ ખેતીની જમીનમાં વેચાણ નોંધો રદ કરવા ગાંધીનગર પ્રાંત અધિકારીની કોર્ટ તથા ગાંધીનગરના કલેક્ટરની કોર્ટમાં આર.ટી.એસ. આપીલ દાખલ કરેલ. જે અપીલના કાગળો ખોવાઇ ગયેલ હોય, જે મેળવવા ફરિયાદીએ ઉપરોક્ત બન્ને જગ્યાએ અરજી કરેલ અને તે દરમિયાન તેઓનો સંપર્ક આ કામના બન્ને આરોપીઓ સાથે થતા બન્ને આરોપીઓએ નોંધો રદ કરી આપવાના અને અપીલના કાગળો મેળવી આપવાના અવેજ પેટે રૂ.૧૮,૦૦૦/- ની લાંચની માગણી કરેલ હોય, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતા લાંચના છટકા દરમિયાન આરોપી નં.૨ એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી અને આરોપી નં.૧ ને આપતા બન્ને આરોપીઓ રંગે હાથ પકડાઇ જઇ એકબીજાના મેળાપીપણામાં ગુનો કરેલ છે.
આરોપી
(૧) પ્રવિણભાઇ મુળજીભાઇ પરમાર, ઉ.વ.૫૪, નોકરી- નાયબ મામલતદાર વર્ગ-૩ (હાલ ફરજ મોકુફ) મામલતદાર કચેરી, દહેગામ, તા.દહેગામ, જી.ગાંધીનગર.
(૨) નિતેષકુમાર જેઠાલાલ રાજન ધંધો- ટાઇપીંગ (ખાનગી વ્યક્તી)
લાંચની માંગણીની રકમ
રૂ.૧૮,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ
રૂ.૧૮,૦૦૦/-
લાંચની પરત મેળવેલ રકમ
રૂ.૧૮,૦૦૦/-
ટ્રેપની તારીખ
તા.૨૭/૦૩/૨૦૨૫
ટ્રેપનું સ્થળ
સિવીલ હોસ્પિટલ, ગાંધીનગરના ગેટ પાસે રોડ ઉપર તથા એમ.એસ.બીલ્ડીગ, ગાંધીનગરની પાછળના ભાગે
ટ્રેપીંગ અધિકારી
ડી.એ.ચૌધરી,
પોલીસ ઈન્સ્પેક્ટર,
ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી
એ. કે. પરમાર,
મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી.એકમ.