દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ મામલે કિરણ ખાબડને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો છે. મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. કિરણ ખાબડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટે રિમાન્ડ ન આપતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતા. પોલીસે વધુ રિમાન્ડની માગણી કરી હતી.


કિરણ ખાબડ જ્યુડિશિયલ કસ્ટડીમાં

દાહોદમાં મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રો અને ભાણેજ સહિત 5 લોકોની ધરપકડ કરાઈ હતી. દાહોદ કોર્ટમાં તેમના બંને પુત્રોના જામીન અંગે સુનાવણી હાથ ધરાઈ હતી.કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડને 50 હજારના જામીન પર મુક્ત કર્યા હતાં. આ જામીન પર સ્ટે મુકવા માટે પોલીસ મેદાનમાં ઉતરી છે. અગાઉ કિરણ ખાબડ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. ધાનપુરના લવારીયામાં વધુ એક કૌભાંડ સામે આવ્યુ હતુ. જેમાં 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણા મેળવી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો ?

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની જામીન મળ્યા બાદ ફરીવાર ધરપકડ કરવામાં આવી હતી. તેમના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડને જામીન મળ્યા બાદ ફરીવાર જેલ ભેગા કરાયા હતાં. બળવંત ખાબડ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાણપુર ગામે મંજૂર કામોમાંથી 11 કામો બાકી હોવા છતાં બાકી કામોનું પણ બિલ પાસ કરાવ્યાની ફરિયાદ દાખલ થઈ હતી. બળવંત ખાબડની એજન્સીને રૂ.33.86 લાખ ચૂકવાયા હોવાની ફરિયાદ કરાઈ હતી.હવે આ કેસમાં સરકારી અધિકારીઓને પણ કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે. ત્યારે ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે, મંત્રી પુત્રોની જેમ આ અધિકારીઓની પણ ફરીવાર ધરપકડ થશે?

  • Follow us on: