યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાનને વસ્ત્રો અર્પણ કરવાની ઓનલાઈન બુકિંગ સેવા 3 એપ્રિલથી શરૂ થશે. સવારે 10 વાગ્યે મંદિરની વેબસાઈટ વસ્ત્રોની નોંધણી માટે ખુલશે. ભક્તો મંદિર દ્વારા નક્કી કરાયેલ ફી (ચુકવણી) ઓનલાઈન ભરીને ભગવાનના સવાર અને સાંજ માટેના વસ્ત્રોની નોંધણી કરાવી શકશે. 31 માર્ચ 2026 સુધીના વસ્ત્રોની ઓનલાઈન નોંધણી થશે.
ડાકોર રણછોડરાયજી મંદિરના મેનેજર જે.પી દવેએ જણાવ્યું કે, ડાકોર ટેમ્પલ કમિટી બોર્ડે ભગવાન રણછોડરાયજીના વસ્ત્રોની નોંધણી માટે લાગો નક્કી કર્યો છે. સવાર અને સાંજ માટેના વસ્ત્રોની નોંધણી ઓનલાઈન કરવામાં આવશે. ભક્તો મંદિરની સત્તાવાર વેબસાઈટ પરથી વસ્ત્રોની નોંધણી કરાવી શકશે. શ્રી રણછોડરાયજી ભગવાનના વસ્ત્રોની નોંધણી સેવા તા. 3 એપ્રિલથી ઓનલાઈન બુકિંગ શરૂ થશે. આ બુકિંગ મંદિરની અધિકૃત વેબસાઇટ ઉપરથી કરી શકાશે. વેબસાઈટ પર વસ્ત્રો નોંધણીના નિયમોનું પાલન કરવાનું રહેશે.
ઠાકોરજીના વસ્ત્રોની નોંધણી અંગેની મહત્વની વિગતો
- 31મી માર્ચ 2026 સુધીના દિવસો માટેના વસ્ત્રોની નોંધણી શ્રી રણછોડરાયજી મંદિર ડાકોરની અધિકૃત વેબસાઈટ www.ranchhodraiji.org ઉપર સવાર માટે તેમજ સાંજના વસ્ત્રોની નોંધણી કરી શકાશે.
- વસ્ત્રનોંધણીનું પેમેન્ટ(લાગો) સવારના વસ્ત્ર માટે રૂ. 5000/ તથા સાંજના વસ્ત્ર માટે રૂ. 2500/ લાગો તુરંત જ ઓનલાઈન બુકીંગમાં પેમેન્ટ સ્લોટ દવારા જમા કરવાનો રહેશે.
- વસ્ત્રની ઓનલાઈન નોંધણી કરાવતી વખતે એક જ તારીખ માં બે કે તેથી વધુ વૈષ્ણવોના વસ્ત્ર માટેનું બુકીંગ થયેલ હશે તો તેમાં બુકીંગનો-પેમેન્ટનો પ્રથમ નાણાં ચૂકવનાર નો સમય જ ધ્યાને લઈ વસ્ત્ર નોંધણી ક્રમ નકકી કરવામાં આવશે જે સબંધે કોઈ ફરીયાદ સાંભળવામાં આવશે નહીં. મેનેજરશ્રીનો નીર્ણય આખરી રહેશે.
- મંદિરના લાગાના નકી કરેલ દિવસોની તથા ધનુમાસના પ્રારંભથી-અંત સુંધીના દિવસો ની તારીખ કોઈપણ વૈષ્ણવને આપવામાં આવશે નહીં. આ અંગે કમીટીનો નીર્ણય આખરી રહેશે.
- શ્રી ઠાકોરજીના વસ્ત્રો રૂતુ અનુસાર નીચે મુજબના વસ્ત્રો ધરાવવામાં આવે છે જેથી તે મુજબ વસ્ત્રો નોંધાવનાર વૈષ્ણવભાઈઓએ તૈયાર કરવવાના રહેશે.
- (5/1) ચૈત્ર સુદ-1 (એકમ) થી વૈશાખ સુદ-2(બીજ) સુંધી શુધ્ધ કોટનનો અગર અસલ મલમલ ના લહેરીયા વસ્ત્રો.
- (5/2) વૈશાખ સુદ-3 (ત્રીજ) થી અપાઢ સુદ-1એકમ સુંધી પ્યોર મલમલ-ચંદન ટપકાં/ભાતચીત્ર વાળા વસ્ત્ર.
- (5/3) અષાઢ સુદ-2(બીજ) થી અષાઢ સુદ-5(પાંચમ) માત્ર સફેદ સુતરાઉ વસ્ત્રો.
- (5/4) અષાઢ સુદ-6 (છઠ) થી આસો સુદ-9 (નોમ) સુંધી સુતરાઉ કાપડના (ચુંદડીયા-લહેરીયાના) વસ્ત્રો.
- (5/5) આસો સુદ-10 (દશમ)થી કારતક સુદ-15(પૂનમ) સુંધી ભારે અસ્તરવાળા વસ્ત્રો.
- (5/6) કારતક વદ-1 (એકમ) થી મહાસુદ-4(ચોથ) સુંધી શીતકાળ ના રૂવેલના વસ્ત્રો કીમતી ભરતના વસ્ત્રો.
- (5/7) મહાસુદ-5(પાંચમ) થી ફાગણ વદ-0)) (અમાસ) સુંધી સફેદ મલમલ ના વસંતી કલરવાળા વસ્ત્રો.
- સવારના વસ્ત્રો સાથે લક્ષ્મીજી માતાજી માટે સાડી-1 નંગ તેમજ સવાર- સાંજના વસ્ત્રો માં શ્રીઠાકોરજીનું પીતાંબર-1 નંગ લાવવાનું ફરજીયાત રહેશે.
- ગરુડજી ભગવાનના વસ્ત્રો બનાવવાના રહેશે.
- શીતકાળમાં કારતક વદ-1 થી મહાસુદ-4 સુંધી શયન સમયે કીંમતીસાલજોટ-કીંમતી ઓવરકોટ ધરાવવામાં આવશે જેની સામે સાંજના વસ્ત્રો નોંધાવનાર કોઈ વાંધો લઈ શકશે નહીં.
- અસામાન્ય સંજોગોમાં મંદિરના પોતાના વસ્ત્રો ધરવાના થાય તો તે પ્રમાણે અમલ કરવામાં આવશે અને જે તે દિવસ નોંધાયેલ વૈષ્ણવને બીજી તારીખ મંદિર તરફથી આપવામાં આવશે. જે અંગે કોઈ ફરીયાદ કરી શકાશે નહીં. આવો પ્રશ્ન ઉપસ્થીત થયે મેનેજરશ્રીનો રૂબરૂ સંપર્ક કરવો અને આ અંગે મેનેજરશ્રીનો નીર્ણય આખરી ગણાશે.
- નોંધાયેલ વસ્ત્રો સમયસર રૂતુ અનુસાર ઉપર પેરા (5/1) થી (5/7) માં જણાવ્યાનુસાર તૈયાર કરાવી મંદિરમાંઆગળના દિવસે જમા કરાવવાના રહેશે. જો સમયસર વસ્ત્ર કરાવવામાં નહીં આવે તો તેની વ્યવસ્થા મંદિર દવારા કરવામાં આવશે. આ અંગે કોઈ તકરાર ચાલશે નહીં. અને તે અંગેની ડીપોઝીટ પરત આપવામાં આવશે નહીં. અને તેના બદલે અન્ય તાારીખ મળી શકશે નહીં.
- ઉપરના નીયમો મેંસંપૂર્ણ ધ્યાનથી વાંચ્યા છે જે મને કબુલ મંજુર અને બંધનકર્તા છે. આ અંગે કાયદાકીય ન્યાયક્ષેત્ર ડાકોર રહેશે.
- વસ્ત્ર નોંધણી ઓનલાઈન કરાવવાની પ્રોસેસ
વસ્ત્ર નોંધણી ઓનલાઈન કરાવવાની પ્રોસેસ
વેબસાઇટમાં જણાવવામાં આવ્યા પ્રમાણે વસ્ત્ર નોંધણી કરાવવાની પ્રોસેસ આ પ્રમાણે રહેશે.
- સ્ટેપ-1: તમારા Google ઇમેઇલ એકાઉન્ટથી લોગીન કરો.
- સ્ટેપ-2: મેનુમાંથી વસ્ત્ર નોંધણી પસંદ કરો. વિગતો વાંચ્યા બાદ નીચે નોંધણી માટેનું બટન આપવામાં આવ્યું હશે. તેના પર ક્લિક કરવું.
- સ્ટેપ-3: નિયમો અને શરતો વાંચીને રજીસ્ટ્રેશન ફોર્મ ભરો.
- સ્ટેપ-4: વિકલ્પ પસંદ કરો સવારના વસ્ત્ર અથવા સાંજના વસ્ત્ર. વસ્ત્ર લાગો ઉપરાંત ઋતુ અનુસાર વસ્ત્રનું કાપડ તથા દરજીની સિલાય અલગથી આપવાની રહેશે
- સ્ટેપ-5: વસ્ત્રના નિયમો અને શરતો વાંચી તેને accept (√) કર્યા બાદજ વસ્ત્ર નોંધણી માટે તારીખ સિલેક્ટ કરી શકાશે.
- સ્ટેપ-6: તમારી ડિટેઇલ ચેક કરી, કન્ફોર્મ કરી તમારી તારીખ પસંદ કરો.
- સ્ટેપ-7: નિયમો અને શરતો accept (√) કર્યા બાદ પેમેન્ટ કરો.
- સ્ટેપ-8: પેમેન્ટની પ્રોસેસ પુરી કરો, જો 60 મિનિટમાં પેમેન્ટની પ્રોસેસ નહીં થયેલ હોય તો તમારી પસંદ કરેલી તારીખ ફરીથી ઓપન થઇ જશે.
- સ્ટેપ-9: જો કોઈ કારણસર પેમેન્ટ નહીં થઇ શકે તો 60 મિનિટની અંદર My Accountમાં જઈ Pending Payment પસંદ કરી પેમેન્ટ પ્રોસેસ પુરી કરી શકાશે. દરેક વૈષ્ણવોને લાભ મળે તેના માટે એક ઇમેઇલ એકાઉન્ટથી એક જ તારીખની નોંધણી થશે.