તાપીના સોનગઢમાં એક ગામની પ્રાથમિક શાળામાં પ્રેમની પાઠશાળા ચાલતી હોવાનો મામલો બહાર આવતા સંદેશ ન્યૂઝ દ્વારા જિલ્લા પ્રાથમિક અધિકારીનો સંપર્ક કરી આ મામલે પૂછવામાં આવતા તેમને ગામના એક જાગૃત નાગરિક દ્વારા મહાશિવરાત્રીના દિવસે આ ઘટનાની જાણ કરવા આવ્યું હતું એના પુરાવાઓ પણ સ્ક્રીન શોટ થકી મળ્યા હોવા છતાં પ્રાથમિક શિક્ષણ અધિકારી ઈન્ટરવ્યૂમાં કહી રહ્યા છે કે સંદેશની ટીમ દ્વારા જાણ થતાં તપાસના આદેશ આપ્યા છે.


લંપટ શિક્ષક ચેતવણી આપ્યા બાદ પણ ના સુધર્યો

પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી ગામના શિક્ષિત બેરોજગાર યુવાનો વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી રહે તે ઉદ્દેશથી રાત્રિ દરમિયાન મફત શિક્ષણ આપવા માટે જાય છે. જ્યાં શાળાના મુખ્ય શિક્ષક શાળામાં ભણતી આઠમાં ધોરણની વિદ્યાર્થીનીને પ્રેમ જાળમાં ફસાવી હોવાનું યુવાનોને ધ્યાનમાં આવ્યું હતું, જેને લઈને યુવાનોએ જે તે સમયે ચેતવણી આપી લંપટ શિક્ષકને વિદ્યાર્થીની સાથે પોતાની કરતૂતો બંધ કરવા કહ્યું હતું તેમ છતાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે પ્રેમલીલા ચાલુ રાખતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

શિક્ષક સામે કોઈ જ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ન આવતા અનેક સવાલ

પ્રાથમિક શાળા પ્રેમની પાઠશાળા બની હોવાની ખબર ગામના યુવાનોએ શાળાની SMC સમિતિને ધ્યાન ધોરતા SMC સમિતિ દ્વારા તાપી જિલ્લા શિક્ષણાધિકારીને TPO મારફતે લેખિતમાં રજૂઆત કરી હતી, જોકે જિલ્લા શિક્ષણાધિકારી સમગ્ર ઘટના બાબતે અજાણ હોવાનો ઢોળ કરી લંપટ શિક્ષકને બચાવવા લાગ્યા હોય તેમ ફરિયાદ થયાના 10 દિવસ વીતવા છતાં પણ શિક્ષક સામે કોઈ જ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ન આવતા ગામના જાગૃત યુવાનોમાં નારાજગી જોવા મળી રહી છે અને તાત્કાલિક ધોરણે શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ ઉઠવા પામી છે.


  • Follow us on: