ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થતાં જ મરી મસાલા ભરવાની સિઝનની શરૂઆત થાય છે. જીરુંનું ઉત્પાદન કરતાં ખેડૂતો અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ સરકાર સમક્ષ પોતાના પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરી.


સરકાર કરે જીરુંની નિકાસ

મહત્વનું છે કે બોટાદ માર્કેટીંગ યાર્ડમાં જીરુંની નવી આવક શરૂ થઈ છે પરંતુ જીરુંના ગત વર્ષ કરતાં આ વર્ષે ઓછા ભાવ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેથી સરકાર જીરુંની નિકાસ કરે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે. ગત વર્ષે સરકાર દ્વારા જીરૂંની નિકાસ કરાઈ હતી. તેમજ જીરૂંનું ઉત્પાદન ઓછું હતું જેથી ૮ હજાર થી વધુ ભાવ હતો જ્યારે ચાલુ વર્ષે જીરૂં નું ઉત્પાદન વધારે છે અને ૩ હજાર થી ૩૫૦૦ નો ઓછો ભાવ છે જો સરકાર જીરું ની નિકાસ આપે તો ભાવ વધે અને ખેડૂતોને ફાયદો થાય તેમ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જણાવ્યું હતું.

રવિ પાકનું થયું સારું વાવેતર

બોટાદ જિલ્લામાં સારો વરસાદ અને નર્મદા કેનાલ દ્વારા સારા પ્રમાણમાં પાણી છોડાતા ખેડુતોએ ચાલું વર્ષે રવિ પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. ઘઉં, ચણા અને જીરાનું વધારે પ્રમાણમાં વાવેતર થયું છે. ચાલુ વર્ષે ૭૬૧૭ હેક્ટર જમીનમાં જીરાનું વાવેતર થયું છે તો ગયા વર્ષે ૬૯૪૩ હેક્ટર જમીનમાં જીરાનું વાવેતર થયું હતું. જેથી ગયા વર્ષ કરતાં ચાલું વર્ષે ૭૩૪ હેક્ટર જમીનમાં જીરુના વાવેતરમા વધારો થયો છે જેથી માર્કેટીંગ યાર્ડમાં જીરૂ ની સારી આવક શરૂ થઈ છે પરંતુ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે જીરુંના ભાવ તળીયે બેસી ગયા છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ઓછા ભાવથી ખેડુતોને નુકસાન

બોટાદ જિલ્લામા ગત વર્ષે જીરાના ૮ હજાર કરતા વધારે ભાવ હતો ત્યારે ચાલું વર્ષે જીરુંના ૩ હજાર થી ૩૫૦૦નો ભાવ મળી રહ્યો છે. આ ભાવથી ખેડુતોને બહુજ નુકસાન થઈ રહ્યું છે અને ઓછા ભાવના કારણે જીરૂની ખેતીમાં કરેલ ખર્ચ ખેડૂતને માથે પડે છે જેથી જીરુંના ઓછા ભાવના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સરકાર દ્વારા જીરુની નિકાસ કરવામાં આવે તો ભાવ વધે તેમ ખેડુતો જણાવી રહ્યા છે.

  • Follow us on: