- ડ્રાઈવિંગ વખતે એટેક આવતા ટ્રક ડિવાઈડર પર ચડી
- રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે બનાવ બન્યો
- ડ્રાઈવરને લોકોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો
જસદણ નજીક ચાલુ ટ્રકમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો છે. જેમાં ડ્રાઈવિંગ કરતી વખતે હાર્ટ એટેક આવતા ટ્રક ડિવાઈડર પર ચડી હતી. રાજકોટ ભાવનગર હાઈવે પર આટકોટ પાસે આ બનાવ બન્યો છે. જેમાં ડ્રાઈવિંગ કરતી વખતે ડ્રાઈવરને છાતીમાં દુખાવો થયો હતો.

ડ્રાઈવરને લોકોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો
ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. રાજકોટ ભાવનગર હાઈવે પર આટકોટ પાસે ટ્રક ડ્રાઈવરને હાર્ટ એટેક આવતાં ટ્રક ડીવાઈડર પર ચડી ગઇ હતી. જસદણ તાલુકાના આટકોટ રાજકોટ ભાવનગર હાઈવે પર બુઢણપરી નદી પાસે આ ઘટના બની છે. જેમાં અમરેલીથી રાજકોટ તરફ જતા ટ્રક ડ્રાઈવરને અચાનક છાતીમાં દુખાવો થતાં ચાલુ ટ્રકે હાર્ટ એટેક આવ્યો હતો.

રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ પાસે બનાવ બન્યો
ટ્રક ડ્રાઇવરની સમય ચૂકતાથી ડિવાઇડર પર ટ્રક ચડાવી દીધી હતી. જેમાં ઘટના સ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા તેમજ તેમજ 108 બોલાવી દોડી તાત્કાલિક ધોરણે આટકોટ પાસેની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમજ ત્યાંથી તેમને રાજકોટ રિફર કર્યા છે. જેમાં ખાસ વાત સામે આવી તે એ છે કે ટ્રકમાં પણ લખેલું હતું રહી જિંદગી તો ફિર મિલેંગે.
સુરતના પાલમાં હાર્ટ એટેકથી વેપારીનું મોત
આજે સુરતના પાલમાં હાર્ટ એટેકથી વેપારીનું મોત થયુ છે. જેમાં 39 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. સુનિલ ધમેચા નામનો વેપારી ભાવનગરથી આવ્યો હતો. તેમાં યુવકને અચાનક છાતીમાં દુઃખાવો થતા બેભાન થયો હતો. તેથી સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાં હાજર તબિબે યુવકને મૃત જાહેર કર્યો છે.
પાલમાં 39 વર્ષીય વેપારીનું હાર્ડ એટેકથી મોત થયુ
પાલમાં 39 વર્ષીય વેપારીનું હાર્ડ એટેકથી મોત થયુ છે. જેમાં સુનિલ ધમેચા નામનો વેપારી ભાવનગરથી સુરત આવ્યો હતો. સુનીલને અચાનક છાતીના ભાગે દુઃખાવો થતા બેભાન થઈ ગયો હતો. જેમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. વેપારીનું અચાનક છાતીમાં દુઃખાવા બાદ મોત નિપજતા પરિવાર શોકનો માહોલ છવાયો છે. તેમજ મોતનું સાચું કારણ PM રિપોર્ટ બાદ આવશે.