કચ્છના ખાવડા પાસે આજે વહેલી સવારે ડ્રોન બ્લાસ્ટ થયો છે, જેમાં સવારે અંદાજે 6 વાગ્યા આસપાસ ઘટના બની હતી જેમાં પોલીસ અને સુરક્ષા એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, હાઇટેન્શન વાયર સાથે ડ્રોન ટકરાતા તે ટકરાઈને નીચે પડયું હતુ, તો કચ્છ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ડ્રોન કોનું છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
ભુજનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે
ભારતીય સેનાની એર સ્ટ્રાઈક બાદ કચ્છ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે, ઓપરેશન સિંદુર બાદ ભુજનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે ,ભુજ એરપોર્ટ પરથી ઓપરેટ થતી તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે તેમજ ભુજ એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે, ભુજ અમદાવાદ અને ભુજ મુંબઈ વચ્ચેની તમામ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે.
કચ્છ પોલીસ પણ રોજ કરી રહી છે સરહદી વિસ્તારમાં ચેકિંગ
કચ્છના દરિયા કિનારે પણ ઘણી વખતે બિનવારસી હાલતમાં ગાંજા અને ચરસના પેકટે મળી આવતા હોય છે તેને લઈ પોલીસ પણ દરિયાઈ વિસ્તારમાં સઘન ચેકિંગ કરતી હોય છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને પાકિસ્તાન સરહદ નજીક આવેલા ખાવડા સીમાના RE-PARK વિસ્તારમાં આવતા-જતા તમામ વાહનોની ચુસ્ત તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે સરહદી વિસ્તારના રહેવાસીઓને પણ સતર્ક રહેવા સૂચના આપી છે. લોકોને વિનંતી કરવામાં આવી છે કે જો તેમના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પશ્ચિમ કચ્છ પોલીસને જાણ કરે. ખાસ કરીને પાકિસ્તાન સરહદ નજીક આવેલા ખાવડા સીમાના RE-PARK જેવા સંવેદનશીલ વિસ્તારમાં આવતા-જતા તમામ વાહનોની ચુસ્ત અને બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.