• ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મેઈન્ટનેન્સ કામગીરીને લઈ ફલાઇટ સેવા ખોરવાઈ
  • દુબઇ જતા 100થી વધુ પેસેન્જરો 8 કલાક સુધી બેસી રહેવું પડયું
  • અમદાવાદથી 55 ફલાઇટએ વિલંબિત ઉડાન ભરી

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 4 કલાક માટે ફ્લાઇટ ઓપરેશન બંધ રહેતું હોય છે. જો કે, દરરોજ અમદાવાદ એરપોર્ટ પર 200થી 250 ફ્લાઇટની અવરજવર રહેતી હોય છે પરંતુ, મેઈન્ટેનન્સ કાર્યને લઇને બુધવારના દિવસે ફ્લાઇટ ઓપરેશન બંધ હોય છે તેમ છતાં આજે સવારથી અમદાવાદથી ઉડાન ભરતી ફ્લાઇટ વિલંબિત થઇ હતી.

અમુક મુસાફરોએ એરપોર્ટ પર રાત વિતાવી

ગત સાંજે 4.35 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરીને દુબઈ જવા રવાના થનારી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઈટ એન્જિનમાં આંતરિક ખામી સર્જાતા સાડા 8 કલાક જેટલા સમય માટે વિલંબિત થઈ હતી. આ ફ્લાઇટ લાંબા સમયના વિલંબ બાદ મોડીરાત્રે 1.05 કલાકે ઉડાન ભરે એવી શક્યતાઓ હતી.અમુક ફલાઈટો તો એવી હતી કે જેને રદ થઈ હતી જેના કારણે મુસાફરોને એરપોર્ટ પર જ રાત વિતાવવાનો વારો આવ્યો હતો.

વરસાદના કારણે ફલાઈટ રદ થાય છે

ઉત્તર ભારતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે દિલ્હીમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે અને વરસાદી માહોલને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ હોવાથી અમદાવાદથી દિલ્હી જતી અને દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઈટ વિલંબિત થઇ હતી તથા દિલ્હીથી આવતી અને દિલ્હી જતી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટ રદ થઈ હતી.

ખરાબ વાતાવરણને લઈ ફલાઈટને મારવા પડે છે ચક્કર

દિલ્હી અને મુંબઈ જતી કેટલીક ફ્લાઈટને એર ટ્રાફિક કન્ટ્રોલમાંથી ક્લિયરન્સ ન મળતા હવામાં ચક્કર લગાવ્યા બાદ તેના નિશ્ચિત સમયના વિલંબ પછી તેના ગંતવ્ય સ્થાન પર પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજના દિવસમાં દિલ્હી-મુંબઈ સહિત ભોપાલ, લખનૌ, પૂણેની ફ્લાઇટ પણ 1 કલાકથી લઇને 3 કલાક જેટલા સમય માટે વિલંબિત થઇ હતી.


  • Follow us on: