દેવભૂમિ દ્વારકામાં રખડતા ઢોરનો આતંક યથાવત્ છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં આખલાનો આંતક સામે આવ્યો છે. ગઈકાલે સાંજના સમયે રિલાયન્સ રોડ નવા ગોમતી ધાટ પાસે આખલાઓનું યુદ્ધ થયું હતું. દ્વારકામાં આવેલ રિલાયન્સ રોડ પાસે રાજાધિરાજ હોટલની અંદર આખલાઓ દરવાજાના કાચ તોડી અંદર ઘુસિયા હતા.


ગોમતી ધાટ પાસે આખલાઓ કર્યું યુદ્ધ

યાત્રાધામ દ્વારકામાં ફરતા પહેતા સાવધાનો રહેજો. નહીંતર રસ્તે રખડતા ઢોર કોઈને પણ અડફેટે લઈ શકે છે. યાત્રાધામ દ્વારકામાં આખલાનો આંતક સામે આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આખલાઓનું યુદ્ધ જોઈને નજરે નિહાળતા યાત્રીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. ગઈકાલે સાંજના સમયે રિલાયન્સ રોડ નવા ગોમતી ધાટ પાસે આખલાઓનું યુદ્ધ શરૂ થતાં રાજાધિરાજ હોટલની અંદર આખલાઓ દરવાજાના કાચ તોડી અંદર ઘુસિયા હતા.

આખલાઓના આતંકથી થશે આ સવાલો...

અગાઉ પણ યાત્રાધામ દ્વારકામાં અનેક વખત આખલાનો આંતક જોવા મળ્યો છે. ત્યારે હવે યાત્રાધામ દ્વારકામાં રોજ શહેરમાં ક્યાંક ને ક્યાંક આખલો આંતક જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ તો થવાના જ કે, જિલ્લા વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. દ્વારકાના નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાની ઓફિસમાં એસીમાં બેસી મોજ મજા કરી રહ્યા છે કે શું? દ્વારકાના શહેરની કે પ્રજાની દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરને કોઈ જ પરવા નથી જેને લઇને આખલાઓનો યોગ્ય નિકાલ કરતા નથી.


  • Follow us on: