દ્વારકામાં ગરીબોની ઝૂંપડીઓ પર બુલડોઝર ફેરવાયું છે. તંત્રની ડિમોલિશનની કામગીરીને લઇ સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. દ્વારકા નગરપાલિકા દ્વારા મોટા માથાઓને છાવરી નાના માણસોને હેરાન કરવામાં આવે એવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.
દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકામાં એક વર્ષ બાદ ફરી દાદાનું ગેરકાયદે કરાયેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યુ છે. યાત્રાધામ બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનની શરૂઆત કરવામાં આવી છે. દ્વારકામાં ડિમોડિશન બાબતે અનેક મોટા દબાણકર્તાઓને બાકાત કરી દેવાતા નાના લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. ગરીબ પરિવારો પર દાદાનું બુલડોઝર તો ફર્યું પરંતુ મોટા માથાના ગેરકાયદેસર સરકારી જમીન પર દબાણ હટાવવાની કામગીરી કયારે થશે? તેવી સ્થાનિકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.
સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, દ્વારકા શહેરમાં ગરીબોની ઝૂંપડીઓ બુલડોઝર ફેરવીને ઘર વિહોણા કરી દીધા છે. દ્વારકા બસ સ્ટેશનથી રૂપેણ બંદર સુધીના વિસ્તારમાં હાઈવે પર બાંધવામાં આવેલ તમામ ગેર કાયદેસર દબાણો દૂર કરવામાં કયારે આવશે? ગરીબ પરિવારો પર દાદાનું બુલડોઝર તો ફર્યું પરંતુ મોટા માથાના ગેરકાયદેસર સરકારી જમીન પર દબાણ હટાવવાની કામગીરી કયારે કરવામાં આવશે.
ગરીબોના તંત્ર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે દ્વારકામાં અનેક ગેર કાયદેસર હોટેલો ધમધમે છે કોની મહેરબાની? દ્વારકા ગરપાલિકા દ્વારા મોટા માથાઓને છાવરી નાના માણસોને હેરાન કરવામાં આવે એવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. દ્વારકામાં ડિમોડિશન બાબતે અનેક મોટા દબાણકર્તાઓને બાકાત કરી દેવાતા નાના લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.