દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિયાળું પાકમાં જીરૂનું પાછતરૂ વાવેતર કરતા અનેક ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પાક તૈયાર થવાના સમયે હવામાનમાં પલટો આવતાં ખેડૂતોનો જીરૂનો પાક બગડ્યો છે અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો સમય આવ્યો છે.


હવામાનમાં પલટાએ જીરૂની હાલત બગાડી

જામ ખંભાળીયા પંથકમાં ખેડૂતોએ શિયાળુ સીઝનમાં હજારો રૂપિયાનો ખર્ચ કરીને જીરૂંનું પાછતરૂ વાવેતર કર્યું હતું અને જીરૂનો પાક સારો પણ થયો હતો અને સમય પ્રમાણે જીરૂ પાકવાની તૈયારીમાં હતું, ત્યારે અચાનક મુસીબત રૂપી આવેલા હવામાનમાં પલટાએ જીરૂની હાલત બગાડી નાખતા જગતના તાતની હાલત દયનીય બની છે. કારણ કે સમય પ્રમાણે જીરૂનો પાક તૈયાર થવાની સ્થિતિમાં હતો, ત્યારે અચાનક 5થી 7 ઝાકરી પવન ફુંકાતા જીરૂનો પાક નિષ્ફળ ગયો છે.

હવામાનમાં પલટાને કારણે વીઘે 2થી 3 મણ જીરૂનો પાક ઉતરે તેવી સ્થિતિ

જે જીરૂ વીઘે 10થી 12 મણ ઉતરતું હતું તે હવામાનમાં પલટાને કારણે વીઘે 2થી 3 મણ ઉતરે તેવી સ્થિતિ સર્જાતા અનેક ખેડૂતોને શિયાળું પાક છીનવાઈ જવાની ભીતિ સાથે ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ગત ચોમાસામાં સારો વરસાદ પણ વરસ્યો હતો, ત્યારબાદ અચાનક માવઠું વરસ્યું હતું અને જેના કારણે અનેક ખેડૂતોને શિયાળું પાકનું વાવેતર સમય કરતા મોડું થતાં અનેક ખેડૂતોએ જીરૂનું પાછતરૂ વાવેતર કર્યું હતું. ત્યારે અચાનક જ આવેલા હવામાન પલટાને કારણે ખેડૂતોને હાલ જીરૂંના પાછોતરા પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

  • Follow us on: