દ્વારકા જિલ્લામાં આવેલ જામ ખંભાળિયામાં સગીરની હત્યાનો ભેદ ઉકેલાયો. જામ ખંભાળીયામાં 19, માર્ચના રોજ સગીરનો મૃતદેહ મળ્યા હતો.પોલીસે સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રીપોર્ટ સામે આવ્યા બાદ સગીરની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો. જેના બાદ કોણે સગીરની હત્યા કરી હશે તેને લઈને પોલીસે તેના પરીવાર અને મિત્રોની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસને કેટલાક લોકો પર શંકા જતા તેના પર વોચ ગોઠવી અને સગીરની હત્યા કોણે કરી હતી તેનો ભેદ ઉકેલાયો.
ગટરના ટાકામાંથી મળ્યો હતો મૃતદેહ
19 માર્ચના રોજ પોલીસને 16 વર્ષના સગીરનો મૃતદેહ ગટરના ટાકામાંથી મળ્યો હતો. ગટરમાંથી મળેલ મૃતદેહને લઈને પોલીસે પ્રાથમિક તપાસ કરતાં યુવકનું નામ કેતન અનીલભાઇ વાઘેલા હોવાનું સામે આવ્યું.પોલીસે મૃતકના પરીવારને આ બાબતની જાણ કરી. સગીર યુવકે આત્મહત્યા કરી હોવાનું તેમના પરિવાર દ્વારા ઇનકાર કરાયો હતો. પરિવારને આશંકા હતી કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. એટલે સગીરના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પિતાએ નોંધાવી ફરિયાદ
સગીર યુવકના મૃતદેહ મળતા તેમજ તેના પિતા દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતક યુવાનના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. પોલીસે પી.એમ.રીપોર્ટ માં ખુલાસો થયો બાદ સમગ્ર મામલે સઘન ચકાસણી હાથ ધરતાં સગીર યુવાનની તેના જ મિત્રએ હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો.16 વર્ષિય વાલ્મીકિ સમાજના સગીરની તેના ખાસ મિત્રએ લૂંટના ઇરાદા તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી. સગીરના મિત્ર હર્ષ નાઘેરાએ સગીરે પહેરેલ સોનાની ચેન લૂંટવા ગળા અને કાનના ભાગે તિક્ષણ હથીયાર વડે ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધો.
મિત્રએ લૂંટના ઇરાદે કરી હત્યા
સગીર મૃતકે ગળામાં એક તોલાનો સોનાનો ચેન પહેરી હતી. ગટરમાંથી જ્યારે મૃતકની લાશને બહાર કાઢી ત્યારે તેના ગળામાં સોનાની ચેન નહોતી.પોલીસે આ બાબતે સઘન તપાસ કરતાં આખરે હત્યાનો ભેદ ઉકેલાયો. સગીરના મીત્ર હર્ષ દ્વારા સોનાના ચેઇનની લુંટ કરી હત્યા કરાઇ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું. જામ ખંભાળીયા પોલીસે ગુન્હો નોંધી હત્યારા ઇસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.