ઉનાળાના વેકેશનમાં રજાઓ દરમિયાન લોકો ફરવાનો પ્લાન બનાવે છે પરંતુ આ વર્ષો લોકો ફરવાનું ટાળી રહ્યા હોય અવું લાગી રહ્યું છે. કારણ કે દ્વારકામાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વેકેશન અને રાજાઓના દિવસોમાં ફરવા લાયક સ્થળોમાં યાત્રાધામ દ્વારકાનું નામ મોખરે હોય છે. દ્વારકાની આજુબાજુમાં ઘણા ફરવા લાયક સ્થળો આવેલા છે.
દ્વારકામાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
ભારત-પાકિસ્તાનના યુદ્ધ બાદ યાત્રાધામ દ્વારકામાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. દેશના ઘણા લોકો ફરવા માટે દ્વારકાને પસંદ કરે છે કારણ કે તેની આજુબાજુ નાગેશ્વર મહાદેવ, ગોપી તળાવ, બેટ દ્વારકા અને શિવરાજપુર બીચ જેવા આકર્ષક પ્રવાશન સ્થળો આવેલા છે. આ વખતે ઉનાળુ વેકેશન શરૂ થઇ ગયું છે છતાં દર વર્ષ કરતા નોંધપાત્ર રીતે ઓછા પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે. તેવું હોટેલ સંચાલકો તેમજ ટ્રાવેલ્સ બિઝનેસ સાથે જોડાયેલા લોકો કહી રહ્યા છે.
પ્રવસીઓની સંખ્યામાં ઘટાડો થતાં ધંધો-રોજગાર પર અસર
દ્વારકામાં પ્રવસીઓની સંખ્યામાં ઘટાડો થતાં ત્યાંના ધંધો-રોજગાર પર અસર જોવા મળી છે. મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં હોટેલ સંચાલકો તેમજ ટ્રાવેલ્સ બિઝનેસ સાથે જોડાયેલા લોકો નિરાશ થયા છે. આ વખતે દ્વારકા ખાતે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડા પાછળ અનેક કારણો જવાબદાર હશે. પરંતુ સૌથી વધારે અસરકારક કારણ ભારત પાક. યુદ્ધની સ્થિતિને પણ ગણવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, ભારત-પાકિસ્તાનના યુદ્ધ સમયે રાજ્યના અનેક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પણ લોકોને સરહદી ગામોમાં સ્વૈચ્છિક બ્લેક આઉટ કરવાની અપીલ કરી હતી. દ્વારકા, ઓખા, મીઠાપુર, બેટ દ્વારકા માટે કલેક્ટરે આ આદેશ બહાર પાડ્યો હતો. આ સાથે જ દ્વારકાધીશ જગતમંદિર પણ સાંજે સાડા સાત બાદ બંધ કરવાની જાહેરાત કરાઈ હતી.