સુરતમાં ફરી એકવાર પારિવારિક ઝઘડો હત્યાનું કારણ બન્યો છે. સુરત જિલ્લાના બારડોલી નગરમાં આ ઘટના બની છે. જ્યાં જમવાનું બનાવવાની નજીવી બાબતે પરિણીતાને સાસુ, નણંદ અને પતિએ ઝઘડો કરી માર મારતા મોત થયું છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.


સાસુ,પતિ અને નણંદ પરણીતા માટે કાળ બન્યા

વર્તમાન સમયમાં જમાનો ભલે આધુનિક થઈ ગયો, પરંતુ પરણીતાઓ પર અત્યાચાર આજે પણ યથાવત છે અને જેમાં વધુ એક પરણીતાએ આ ત્રાસથી જિંદગીથી અલવિદા લઈ લીધી છે. સુરત જિલ્લાના બારડોલીમાં હેવાન બનેલા સાસુ તેમજ પતિ અને નણંદ આ પરણીતા માટે કાળ બન્યા હતા. ઘટનાએ બની હતી કે સુરત જિલ્લાના બારડોલી નગરના તલાવડી વિસ્તારમાં ફરીદાબેન પરવીનના લગ્ન વસીમ ગુલામ શેખ સાથે થયા હતા. જોકે લગ્નના થોડા સમયમાં જ સાસરિયાઓએ તેણીને શારીરિક માનસિક રીતે હેરાન પરેશાન કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

પરિણીતા ફરીદાને અવાર નવાર માર મરાતો

અવાર નવાર ફરીદાના પતિ તેમજ સાસુ અને નણંદે જમવાનું બનાવવા બાબતે મહેણાં મારી ગાળો આપી હતી અને બાદમાં છાતી તેમજ પેટના ભાગે લાત મારતા પરિણાતા આખરે મોતને ભેટી હતી. ઝઘડાની શરૂઆત ત્યારે થઈ કે મૃતક પરિણીતાની નણંદ યાષ્મીનના તેના પતિ સાથે અણબનાવ રહેતો હતો. જેથી તેના સંતાન સાથે તે પણ પિયરમાં આવી ગઈ હતી. જેથી સાસુ સસરા, પતિ સાથે નણંદ યાસમીન દ્વારા પરિણીતા ફરીદાને અવાર નવાર માર મરાતો હતો. આ વખતે તો આ માર જીવલેણ સાબિત થતો હોય તેમ હત્યામાં પરિણમી હતો. આ સમગ્ર બાબતે બારડોલી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ પણ હરકતમાં આવી હતી અને પતિ વસીમ ગુલામ શેખ, સાસુ રૂકસાના શેખ તેમજ નણંદ યાષ્મીન ઈમરાન શેખની અટકાયત કરી પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. 

  • Follow us on: