સુરતના લેબગ્રોન ડાયમંડ પર વિશ્વાસ કરવો મુશ્કેલીની સ્થિતિ ઉત્પન્ન રહી રહી હોવાનું લાગી રહ્યુ છે. હીરાની વિશ્વસનીયતાનું સર્ટિફિકેટ આપતી સંસ્થા GIA દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સર્ટિફિકેટ નેચરલ અને લેબગ્રોન ડાયમંડ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્યારે હવે આ સંસ્થા લેબગ્રોન હીરાનું ગ્રેડીગ નહીં કરે તે અંગેની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ બાબતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.
હીરાની વિશ્વસનીયતાનું સર્ટિ આપતુ GIA
GIAએ જ્યારથી જાહેર કર્યુ છે કે તે લેબગ્રોન ડાયમંડનું ગ્રેડિંગ નહીં કરે ત્યારથી ડાયમંડ ઉદ્યોગમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. આ અંગે જે કારણ સામે આવ્યુ છે તે પણ અચરજ પેદા કરે તેવું છે. લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ વાઘાણીએ નિવેદન આપ્યુ છે કે, GIA સિવાય અન્ય સંસ્થાઓએ નિર્ણય કર્યો નથી. GIA પાસે માત્ર ગણતરીના સર્ટિફિકેટ લેવાતા હતા, GIA સર્ટિફિકેટ માટે 18 ડોલર સુધીનો ચાર્જ કરે છે અને ઉદ્યોગકારોએ હવે આ ચાર્જ ચૂકવવો નહીં પડે તો સાથે જ લેબગ્રોન ડાયમંડ ખરીદનારને ડાયમંડ સસ્તા મળશે. હીરાની વિશ્વસનીયતા માટેનું સર્ટિફિકેટ GIA આપતુ હતુ. જેના પર 100 ટકા વિશ્વાસ મુકવામાં આવતો હતો. અને તેની કામગીરી પાર્દશિત રહેતી હતી.
હીરાની કિંમત અને ગુણવત્તા
લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હલચલ જોવા મળી રહી છે. હીરાનું કટીંગ, કલર, ક્લિયરીટી અને કેરેટ 4C પ્રમાણે નક્કી થાય છે. આ તમામ બાબતો વિશ્વમાં હીરાની કિંમત અને ગુણવત્તા પર આધાર રાખે છે. હવે જ્યારે GIA લેબગ્રોન ડાયમંડનું ગ્રેડિંગ નહીં કરે ત્યારે સમસ્યાઓ પેદા થવાની તકો ઉભી થશે. આ બાબતે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખે કહ્યું હતુ કે, GIA પાસે માત્ર ગણતરીના સર્ટિફિકેટ લેવાતા હતા. સંસ્થા દ્વારા એક કેરેટના હીરાના સર્ટિફિકેટ માટે 10થી 18 ડોલરનો ચાર્જ વસૂલવામાં આવતો હતો. હવે આ ચાર્જ ચૂકવવો નહીં પડે જેથી લેબ ખરીદનારને ડાયમંડ પણ થોડો સસ્તો મળી રહેશે.