આજના સમયમાં આપઘાતના બનાવો ખૂબ જ વધ્યા છે. ડિપ્રેશન કે કોઈ ચિંતાનો ભોગ બનેલા લોકો આપઘાતનું પગલું ભરીને જીવનનો અંત આણે છે. એવા ઘણા બનાવો બન્યા છે જેમાં પ્રેમી પંખીડાઓ સમાજના ડરથી મોતને વહાલું કર્યું હોય તો કોઈના દબાણથી પણ આત્મહત્યા કરી હોવાની ઘટનાઓ બની છે. જેના લીધે આપઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આપઘાતનો એક બનાવ જુનાગઢમાંથી સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢના ફેમસ ફુટવેરના માલિકે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.


શોરુમના માલિકનો આપઘાત

જુનાગઢમાં એક જાણીતી ફુટવેરની દુકાન આવેલી છે. જેના માલિકે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આધેડે મધુરમ વિસ્તારમાં આવેલા પોતાના શો રુમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો.ઘટનાની જાણ થતા આસપાસની દુકાનોના દુકાનદારો અને લોકો એકઠા થઈ ગયા હતા. શોરુમના માલિકના આપઘાતને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ શોરુમ માલિકના પરિવારને પણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો શોરુમ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં ફુટવેર માલિકની મોતને લઈને તેના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

જુનાગઢમાં ફુટવેર માલિકના આપઘાતને લઈને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જોકે, ફુટવેર માલિકે કેમ આત્મહત્યા કરી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે. વેપારીના આપઘાતને લઈને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આપઘાત મામલે પોલીસે ગુનો નોંધીને વધુની તપાસ હાથ ધરી હતી.તો અગાઉ જુનાગઢમાં લગ્નના 25 દિવસમાં જ એક યુવકે ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું હતું.જે મામલે યુવકે 5 મિનિટનો વીડિયો બનાવીને પત્નીના પરિજનો પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જે મામલે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

  • Follow us on: