સુરતમાં મહિલા ટીઆરબી કર્મચારીએ હોટલમાં આપઘાત કરી લીધો હોવાની વાત સામે આવી છે, જેમાં પતિ વચ્ચે અણબનાવ હોવાથી આપઘાત કર્યો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે, સુરત ટ્રાફિકની રિજિયન 1માં ફરજ બજાવતી હતી મૃતક મહિલા અને સુરતમાં 7 વર્ષથી TRB કર્મચારી તરીકે ફરજ બજાવતી હતી. તો સુરત ટીઆરબી જવાનોમાં દુખની લાગણી પ્રવર્તી છે.
ચાર મહિલા પહેલા યુવતીના લગ્ન થયા હતા
તો પરિવારનું કહેવું છે કે, ચાર મહિના પહેલા લગ્ન થયા હતા અને ત્યારબાદ પતિ-પત્ની જોડે રહેતા હતા પરંતુ કોઈ કારણોસર અણબનાવ બનતા મૃતક એક મહિનાથી તેની બહેનપણીના ઘરે રહેતી હતી, અને આજે સવારે હોટલમાંથી આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ પણ દોડતી થઈ હતી, પરિવારજનોએ હત્યાના આરોપ લગાવ્યા છે અને પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક મહિલાના પરિવારજનોનો આક્ષેપ છે કે સાસરિયા હેરાન કરતા હોવાથી દીકરીએ આપઘાત કર્યો છે.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, સાથે સાથે પોલીસે મૃતકના ફોનને પણ તપાસ માટે લીધો છે અને પતિની પૂછપરછ કરી છે, તો સમગ્ર ઘટનામાં શું બહાર આવે છે તે પોલીસની તપાસ બાદ જ ખબર પડશે. નાની નાની વાતોમાં આપઘાત કરીને જીંદગી ટૂંકાવી દેવી એ કોઈ રસ્તો નથી, કયારેય પણ આવું થાય તો મિત્રોને ફોન કરીને તમે તમારૂ મન હળવું કરો પણ આપઘાત એ કોઈ સમાધાન નથી.