- ફિલ્મફેર એવોર્ડ ફંક્શનનું સ્થળ બદલાઇ શકે છે
- અગાઉ મહાત્મા મંદિરમાં યોજાવાનો હતું ફંક્શન
- 28 જાન્યુઆરીએ ગાંધીનગરમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ
હિન્દી ફિલ્મ જગતનો સૌથી મહત્વનો અને શ્રેષ્ઠ એવા એવોર્ડ ફંકશન ફિલ્મફેરના આયોજનની તૈયારીઓ શરૂ થઈ રહી છે. જેના આયોજનનું સ્થળ આ વખતે ગુજરાતના ગાંધીનગરમાં થઈ શકે છે. આ વચ્ચે 69મા ફિલ્મફેર એવોર્ડ્સ 28 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાશે.
જ્યારે હવે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આ સૌથી મોટા એવોર્ડ ફંક્શનનું આયોદજન થઈ શકે તેવી માહિતી સામે આવી રહી છે. નોંધનીય છેકે, એવોર્ડ સમારોહનું ફિલ્મફેર અને ગુજરાત ટુરીઝમ દ્વારા સંયુક્ત રીતે એવોર્ડ સમારોહની પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 2023ની શરૂઆતમાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ અને વર્લ્ડવાઈડ મીડિયા પ્રાઈવેટ લિમિટેડએ એવોર્ડ સમારોહ માટે સમજૂતી કરાર(MoU) પર હસ્તાક્ષર કર્યા હતા.













