હાલ ગુજરાતમાં ધીમે ધીમે આગની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં અને રહેણાંકી વિસ્તારોમાં આગના બનાવો બને છે.ભયાનક આગ ફાટી નીકળતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળે છે. જે આગમાં લાખોનો માલ સળગીને રાખ થઈ જાય છે. તો ક્યાંક રહેણાંકી વિસ્તારોમાં આગ ફાટી નીકળવાથી લોકોની ઘરવખરી પણ ખાક થઈ જાય છે. આગની ભીષણ ઘટનામાં જાનમાલને પણ મોટું નુકસાન થતું હોય છે. વડોદરામાં આવેલા નંદેસરી જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી. જેમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.
કંપનીમાં ભીષણ આગ લાગી













