ઉનાળાની સિઝનમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાના બનાવો છાસવારે બનતા હોય છે મોટા ભાગની ઘટનાઓ નાની ભૂલ અથવા રૂપિયા બચાવવા માટે બનતી હોય છે જેમાં મોટી જાનહાની પણ સર્જાતી હોય છે..આવા બનાવો કેવી રીતે અટકાવી શકાય અને શુ છે મુખ્ય કારણ હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાનું વાંચો આ સ્ટોરી


ઉનાળાની શરૂઆત થતા જ આગના બનાવો બને છે

ઉનાળાની શરુઆત થતા જ આગના બનાવો શહેરમાં વધી જતા હોય છે જેના કારણે ફાયરબ્રિગેડની કામગીરીમાં પણ વધારો થતો હોય છે. હાઈરાઈઝ બિલ્ડિંગમાં ઈલેક્ટ્રીક ડકમાં સૌથી વધુ આગના બનાવો શોર્ટ સર્કિટના કારણે જ બનતા હોય છે. જેના કારણે આગ સમગ્ર ફ્લેટમાં પ્રસરતી હોય છે. કેટલાક બિલ્ડરો રૂપિયા બચાવવા માટે ઈલેક્ટ્રીક ડકમાં કેબલિંગ વખતે હલ્કી ગુણવત્તા વાળા તેમજ ISI માર્કા વિનાના વાયર નાખીને કેબલિંગ કરાવતા હોય છે જેના કારણે ઉનાળાના સમયે ઈલેક્ટ્રિક લોડ વધવાના કારણે શોર્ટ સર્કિટથી આગ લાગતી હોય છે..આવા બનાવો રોકવા માટે ઉચ્ચ ગુણવત્તા વાળા ISI માર્કાના જ વાયરો વાપરવા જોઈએ. એક ઈલેક્ટ્રિક ડકથી બીજા ઈલેક્ટ્રિક ડક્ટ સુધી વાયર જતો હોય તેની વચ્ચે સિલન્ટ કરવું પણ ખૂબ જરૂરી છે..સાથે જ ઈલેક્ટ્રીક ડકનું દરવર્ષે ઓડિટ કરવુ પણ ખૂબ જરૂરી છે..

અમદાવાદ શહેરમાં છેલ્લા 3 વર્ષમાં 6556 આગના બનાવો બન્યા છે

જેમાં 60 ટકા એટલે કે 3,933 આગના બનાવો શોર્ટ સર્કિટના કારણે લાગ્યા છે. આ બનાવોમાં મોટાભાગના બનાવો માર્ચથી જૂન મહિનામાં જ બનેલા છે..છેલ્લા ત્રણ વર્ષમાં માર્ચથી જૂન સુધીમાં કુલ 2,622 કોલ ફાયર બ્રિગેડને મળ્યા હતા. ફાયરબ્રિગેડને ત્રણ વર્ષમાં આગના 6,556 કોલ મળ્યા હતા, જેમાં ફસાયેલા 12,369 લોકોનું રેસ્ક્યૂ કરી તેમનો જીવ બચાવવામાં આવ્યો છે..કોમર્શિયલ તથા ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગમાંથી ફાયર બ્રિગેડે 7,421 લોકોને બચાવ્યા હતા.

ઈલેક્ટ્રીક ડકમાં આગ લાગે ત્યારે આગ ફેલાય છે

તાજેતરમાં જ ખોખરાના પરિષ્કાર એપાર્ટમેન્ટના ઈલેક્ટ્રીક ડકમાં ત્રીજા માળે લાગેલી આગ ફ્લેટના 8-9 માળ સુધી ફેલાઈ હતી જેને લઈને સમગ્ર એપાર્ટમેન્ટમાં અફરાતફરી મચી હતી જો કે સ્થાનિકોની જાગૃતિના કારણે આ આગમાં કોઈ મોટી જાનહાનિ નહોતી થઈ પરંતુ આવા બનાવો છાસવારે સામે આવતા હોય છે જેના માટે ઈલેક્ટ્રીક ડકમાં ઉચ્ચ ગુણવત્તા વાળા વાયરો વાપરવા તેમજ દરવર્ષે ઈલેક્ટ્રીક ડકનું ઓડિટ કરાવવુ ખૂબ જરૂરી છે જેનાથી આવા બનાવો ટાળી શકાય છે.

 

  • Follow us on: