- ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તબિયત લથડી હતી
- 9 વિદ્યાર્થિનીઓ હાલ પર સારવાર માટે હોસ્પિટલમાં દાખલ
- રાત્રિના ભોજનના પગલે તબિયત બગડી હોવાની શક્યતા
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી પાલનપુર સિવિલ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયાના સમાચાર સામે આવ્યા છે. હોસ્ટેલમાં રહેતી 9 વિદ્યાર્થિનીઓને હોસ્ટેલનું ભોજન લીધા પછી તબિયત લથડી હતી. આ તમામ વિદ્યાર્થિનીઓને હાલ તો તબીબી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ મામલે વધુ જાણકારી અનુસાર બનાસકાંઠા જિલ્લાની સરકારી નર્સરી કોલેજની 9 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની થયું હોવાની જાણકારી મળી છે. વિદ્યાર્થિનીઓએ ગઈકાલે રાત્રે હોસ્ટેલની અંદર બનેલું ભોજન ખાવામાં લીધું હતું. જેના પછી અચાનક તેમની તબિયત લથડી હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ભોજનમાં બટાકાનું શાક અને રોટલી, ખીચડી અને કઢીનું મેનુ સામેલ હતું. ત્યારબાદ સવારે તેમને તાવ-વોમિટ અને ડાયહેરિયાની તકલીફો થવા માંડી હતી. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં તેમને દાખલ કરીને તેમની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવી હતી. જે બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ આ 9 વિદ્યાર્થિનીઓની હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે.













