- મૃતક સ્મિત ચૌહાણના મિત્રની પણ હત્યા
- વિરમગામ કેનાલ પાસેથી સળગેલો મૃતદેહ મળ્યો
- બંને મિત્રોની હત્યાના કારણ અકબંધ
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ગત રોજ એક યુવકની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જેમાં ફાયરિંગ વિથ મર્ડર મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. આ દરમિયાન મૃતક સ્મિત ચૌહાણના મિત્ર રવિ લુહારની પણ હત્યા થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. વિરમગામ કેનાલ પાસે સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જેમાં રવિ લુહારની પણ ગોળી મારી, છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
હવે રિવરફ્રન્ટ ફાયરિંગ વિથ મર્ડર કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં સ્મિત ચૌહાણના મિત્રની પણ હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. તેમજ વિરમગામમાં સળગાયેલી હાલતમાં જે મૃતદેહ મળ્યો હતો તે સ્મિતનો મિત્ર હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છેકે મિત્રને શોધવા ગયેલા સ્મિતની પણ ગોળી મારીને કરાઈ હત્યા કરવામાં આવી હતી. જેની સાથે જ સ્મિતની હત્યાનું રહસ્ય વધ્યું છે. આ બન્ને મિત્રોની હત્યા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવી રહી છે.













