ગાંધીનગરમાં 27 મંદિરો તોડવા મનપાએ નોટિસ પાઠવી છે. જેમ જેમ નોટિસનો ખ્યાલ આવી રહ્યો છે. તેમ તેમ હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળી રહ્યો છે. મંદિરોને નોટિસ મળતા વિરોધનો વંટોળ ફૂંકાયો છે. કાર્યવાહી થશે તો હિંદુ સંગઠનોની આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.


ગાંધીનગરમા આવતા 17 જેટલા મંદિરો તોડવાની નોટિસ મનપા દ્વારા આપવામાં આવી છે. ગાંધીનગરમાં જે 17 મંદિરો નોટિસ મળી તેમના ટ્રસ્ટી મંડળ હોદેદારો એકઠા થઇને બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંધીનગર મંદિરોને નોટિસ મળી છે. તમામ ટ્રસ્ટી મંડળ તેમજ હિન્દુ સંગઠનો કાર્યકરો સાથે આજે ગાંધીનગર કલેકટરને આવેદન પાઠવવામાં આવશે. જે મંદિરોને નોટિસ મળી તેને પરત ખેંચવા અંગે રજૂઆત કરવામાં આવશે. 

ગાંધીનગર મંદીરો તોડવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવાતા વિવાદ વકર્યો છે. 27 મંદીરોને તોડવાની નોટિસ સામે વિરોધના વંટોળ ફૂંકાઇ રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ 27 મંદિરો દૂર કરવા નોટીસ આપતા હિંદૂ સંગઠનો મેદાનમાં ઉતર્યું છે. મંદીરો દૂર કરવા કાર્યવાહી થશે તો હિંદૂ સંગઠનો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. VHP અને બજરંગ દળ મહાનગરપાલિકાની મંદિરોને નોટિસના પગલે સોમવારે બેઠક કરશે. મંદીરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓ સાથે ભારત માતા મંદીર ખાતે સોમવારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં 27 મંદિરો તોડવા મનપાની નોટિસ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.


  • Follow us on: