• રાજ્ય સરકારે બદલીના નિયમો જાહેર કર્યા
  • મુખ્ય શિક્ષક HTATના બદલીના નિયમો જાહેર
  • 2019ના નિયમો હાઇકોર્ટે કર્યા હતા રદ

ગુરૂપૂર્ણિમા પહેલા ગુજરાતના શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.જેમાં રાજયસરકારે બદલીના નવા નિયમો જાહેર કર્યા છે.અગાઉ બદલીના નિયમો જાહેર કરવા શિક્ષકોએ કર્યુ હતું આંદોલન.શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરી આપી માહિતી.જિલ્લા આંતરિક બદલની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછા 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈશે.

જાણો શું છે નવા નિયમો અને કઈ રીતે મળશે લાભ

1-બાલવાટીકાથી ધો-૫ માં ૧૫૦ કે તેથી વધુ વિધાર્થીની સંખ્યા હોય ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય

2-ધો-૬ થી ૮ માં ૧૦૦ કે તેથી વધુ વિધાર્થીની સંખ્યા હોય ત્યારે ૧ મુખ્ય શિક્ષક મળવાપાત્ર થશે

3-બાલવાટીકાથી ધો-૮ માં ૧૫૦ કે તેથી વધુ વિધાર્થીની સંખ્યા હોય ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય

4-જિલ્લા ફેર બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈએ.50 ટકા જગ્યાઓ અગ્રતાથી અને 50 ટકા જગ્યાઓ શ્રેયાનતાથી ભરવાની રહેશે.

5-તબીબી કિસ્સાઓની બદલી રાષ્ટ્રીય અથવા રાજયા સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ અથવા પત્નીની બદલીઓ રાજયના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી અથવા કર્મચારીઓના મુક્ય શિક્ષક પતિ-પત્નીની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલીને લઈ જોગવાઈ કરેલ છે.

6-દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ નક્કી કરશે.

7-જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય,તો તેઓને પ્રથમ પગારકેન્દ્રની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર તે પછી તાલુકાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર તે પછી જિલ્લાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે.

8-જિલ્લાફેર અથવા જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં બઢતી તે સીધી ભરતીથી નિમણૂક પામેલ કોઈ પણ મુખ્ય શિક્ષિકની સામે અરસ પરસ બદલી કરી શકાશે.

9-આંતરિક અથવા જિલ્લાફેર અરસપરસ બદલીમા મુખ્યશિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશ 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ના હોવી જોઈએ.

સકારાત્મક સમાચાર સામે આવતા HTAT મુખ્ય શિક્ષકોને રાહત થઇ

અગાઉ રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આંદોલનનો માર્ગ ન અપનાવવા કરેલી અપીલને એચટાટના મુખ્ય શિક્ષકોએ ફગાવી દીધી હતી. બદલીના નવા નિયમો જાહેર કરવાની માંગ સાથે મુખ્ય શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભૂખ હડતાળ પર ઉતર્યા હતા. મળતી જાણકારી અનુસાર, બદલી અને સેવાકીય નિયમો જાહેરના થતા એચટાટના મુખ્ય શિક્ષકોએ ઉપવાસ આંદોલનની જાહેરાત કરી હતી. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ મુખ્ય શિક્ષકો પહોંચ્યા હતા.

અગાઉ નવા નિયમો જાહેર કર્યા ન હતા

શિક્ષકોનો આરોપ છે કે છેલ્લા 12 વર્ષથી શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારમાં રજૂઆત છતા નિયમો જાહેર કરાયા નથી. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે અગાઉ 15 જુલાઈ સુધીમાં નિયમો જાહેર કરવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી નિયમો જાહેર ન થતા શિક્ષકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. અન્ય કેટલીક માંગણીઓ પણ મુખ્ય શિક્ષકો તરફથી કરવામાં આવી હતી જેમાં હવે સકારાત્મ સમાચાર સામે આવતા HTAT મુખ્ય શિક્ષકોને રાહત થઇ છે.

  • Follow us on: