ગોંડલ અને સુરતમાં રાજકીય ખેંચતાણનો માહોલ ગરમ થઈ રહ્યો છે. ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. જ્યારે સુરતમાં પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી. ગણેશ ગોંડલે પાટીદાર યુવાઓને પડકાર ફેંક્યો હતો. પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. પાટીદાર આગેવાન જિગીશા પટેલે ગણેશ ગોંડલને જવાબ આપતાં કહ્યું હતું કે, હું એકલી જ આવી હતી, હું કોઈનાથી ડરતી નથી.
સુલતાનપુરમાં ગણેશ જાડેજાએ શક્તિ પ્રદર્શન કર્યું
ગોંડલના સુલતાનપુરમાં ગણેશ જાડેજાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામા આવ્યું હતું. આ સભામાં ગણેશ જાડેજાએ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા,મેહુલ બોઘરા અને જિગીષા પટેલ પર આકરા પ્રહારો કર્યા હતાં. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા પર પ્રહાર કહ્યું હતું કે, તારા પર 14-14 પાટીદાર દીકરાઓના મૃત્યુનું પાપ છે,પહેલા એ ધો પછી ગોંડલ આવજે. મેહુલ બોઘરાનું કામ જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ સ્થાપવાનું છે. ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે માં નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં.
અલ્પેશ કથીરિયા અને જિગીશા પટેલે જવાબ આપ્યો
અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલને સણસણતો જવાબ આપ્યો હતો.ગોંડલ કોઈના બાપની જાગીર કે પેઢી નથી, અમારે ગણેશના સર્ટિફિકેટની જરુર નથી.અમે ગોંડલમાં સિક્યુરિટી વગર જઈશું,સમાજને એક કરવા ગુજરાત ખૂંદીશુ.પાટીદાર સમાજ માટે જે જરુર હશે તે કરીશું.ગણેશના કુટુંબમાંથી કોણ ચૂંટણી લડશે તે નક્કી નથી. બાપ-બેટો ચૂંટણી વખતે જ ગોંડલમાં નીકળે છે. પાટીદાર મહિલા અગ્રણી જિગીશા પટેલે ગણેશ ગોંડલને જવાબ આપતાં કહ્યું હતું કે, પહેલા દૂધિયા દાંત પડે પછી રાજનીતિમાં આવજો.બાઉન્સરોને બાજુમાં મુકી માંનું ધાવણ બતાવવા આવજો.ત્રેવડ હોય તો રાજકુમાર જાટના આખા CCTV જાહેર કરે.હું એકલી જ આવી હતી, હું કોઈનાથી ડરતી નથી.માતા-પિતાની ઓથમાં બહાર નીકળી વાત કરવી જોઈએ.