- માત્ર MCQ અથવા OMR પદ્ધતિથી એક જ પરીક્ષા લેવાશે
- અગાઉ પ્રિલિમ અને મુખ્ય બે પરીક્ષા લેવાની હતી જાહેરાત
- ટેકનિકલ સંવર્ગની પરીક્ષાઓમાં GPSSBનો નિર્ણય
ગૌણ સેવાની ટેકનિકલ પરીક્ષાઓની પદ્ધતિમાં સુધારો કર્યો છે. જેમાં કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટની પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે. છેલ્લા ઘણાં સમયથી આ પરીક્ષા સામે વિદ્યાર્થીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તેમજ તેમની માંગણી કરવામાં આવી રહી હતી.
હાલમાં પ્રિલિમ અને મુખ્ય બે પરીક્ષા લેવાની જાહેરાત હતી. જેમાં માત્ર MCQ અથવા OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવતી હતી, જે પછી કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવતી હતી. જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. આ વચ્ચે હવે પછીની પરીક્ષામાં કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે નહીં.













