કચ્છમાં સરકારી જમીન પરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. તંત્ર દ્વારા ફરી ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કચ્છના આડેસર ખાતે સરકારી જમીન પચાવી પાડનારા આરોપી હારુન અયુબ હિંગોરજાની મિલકત તોડી પાડવામાં આવી. આરોપી હારુન હિંગોરજાએ સરકારી જમીન ગેરકાયદે બાંધકામ કરી હોટલ બનાવી હતી. પૂર્વ કચ્છ પોલીસ વડાની સૂચના બાદ પોલીસ બંદોબસ્ત સાથે હોટેલ સહારા તોડી પડાઇ.


સરકારી જમીન પરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયુ 

સરકારી જમીન પચાવી પાડનારાઓની હવે ખેર નથી. તંત્ર દ્વારા અસમાજિક તત્ત્વો દ્વારા સરકારી જમીન પચાવી પાડતા દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. આજે કચ્છ ના પ્રવેશદ્વાર આડેસર ખાતે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરી હોટલ બનાવી નાખનાર આરોપી હારુન અયુબ હિંગોરજાએ દબાણો કરી આડેસર સામખિયાળી હાઇવે પર સહારા હોટલ બનાવી નાખી હતી. જેના પર પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સુચનાથી આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.વાળા તથા મામલતદાર એચ.બી.વાઘેલાની સુચનાથી નાયબ મામલતદાર વિશાલ મહેશ્વરી એસ.બી.ઘાસુરા તથા પોલીસ મહેસુલ આડેસર ગ્રામ પંચાયત સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આરોપી હારુન સામે અનેક કેસો નોંધાયા છે.

ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. દ્વારકા, જામનગર અને રાજકોટમાં દાદાનું બુલડોઝર ફરી વળતા કરોડોની સરકારી જમીન ખુલ્લી કરાઈ હતી. હવે દાદાનું બુલડોઝર કચ્છ તરફ વળ્યું છે અને સરકારી જમીન પર ગેરકાયદે હક જમાવનારા લેભાગુ તત્ત્વો પર કડક કાર્યવાહી શરૂ કરી છે. કચ્છમાં આગામી સપ્તાહથી દ્વારકાની જેમ મોટાપાયે ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ થશે. વહીવટીતંત્ર દ્વારા અસમાજિક તત્ત્વો તેમજ અન્ય લોકોએ સરકારી જમીન પર કરેલા બાંધકામની યાદી તૈયારી કરી છે. અને હવે આ યાદી મુજબ સરકારી જમીનને ખુલ્લી કરવાની મહાઝુંબેશ કચ્છમાં શરૂ થઈ છે. આ મહિનાની શરૂઆતમાં ચાઉના શિવલખામાં, આરોપીઓ અનિલ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજાએ પચાવી પાડેલા મકાનો તોડી પાડ્યા હતા.

  • Follow us on: