ઉનાળામાં કુદરતનો ગણતરીના દિવસોમાં મિજાજ બદલાયો હોય તેમ આકરા તાપે ભુજ સહિત કચ્છભરમાં અગનવર્ષાનો અનુભવ કરાવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે અને એની અસર પણ આજે જોવા મળી રહી છે. આકરી ગરમીના કારણે જન જીવન પ્રભાવિત થયું છે.


કચ્છ જિલ્લામાં હિટવેવની અસર

કચ્છ જિલ્લામાં કાતિલ હીટવેવની અસર જોવા મળી રહી છે. કચ્છના પાટનગર ભુજ શહેરમાં 42થી 44 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. બીજું કચ્છના રણકાંધી વિસ્તારમાં ગરમીનો પારો 45 ડીગ્રી પહોંચી જતા લોકો આકરી ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ગરમીના પ્રકોપથી જનજીવન પર સીધી અસર પડી હતી. હાલમાં સમગ્ર ગુજરાતની સાથોસાથ રણપ્રદેશ તરીકે ઓળખાતા કચ્છ જિલ્લામાં હિટવેવની અસર જોવા મળી રહી છે. એપ્રિલ મહિનાના પ્રારંભ સાથે જ અસહ્ય ગરમીના પ્રકોપના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ધોળા દિવસે રસ્તા પર કર્ફ્યું જેવો માહોલ

કચ્છના ભુજ અને કંડલામાં સૌથી વધુ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બપોર પડતાની સાથે જ સમગ્ર જીવસૃષ્ટિ છાંયડાનો આસરો લઈ રહી છે. કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી કચ્છ હિટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. ભુજના માર્ગો બપોર પડતાની સાથે જ સુમસામ જોવા મળ્યા હતા. રસ્તા પર કર્ફ્યું જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ક્લાઈમેન્ટ ચેન્જ થવાના કારણે સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હજુ પણ ગરમી વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેના કારણે કચ્છના લોકોને હજુ પણ આકરી ગરમીનો સામનો કરવો પડશે. 

  • Follow us on: