કચ્છમાં ફરી એકવાર ગેરકાયદે બાંધકામ દૂર કરાયા છે. ભચાઉના શિવલખામાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે. હત્યા સહિત મારામારીના 6થી વધુ ગુનાનો આરોપી અનિલ જાડેજા, જયેન્દ્રસિંહ જાડેજો સામે તંત્રએ લાલઆંખ કરી છે.
કચ્છમાં એક બાજુ પોલીસ એક પછી એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી રહી છે. ત્યારે બીજી બાજુ આજે લાકડીયા પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે.













