- છેલ્લા 3 દિવસમાં ડબ્બામાં રૂ.150થી 180નો વધારો
- સીંગતેલના ડબ્બાનો ભાવ 2870થી વધીને 2900 સુધી પહોંચ્યો
- 3 દિવસ સતત ભાવ વધતા લોકોની વધી મુશ્કેલી
સીંગતેલના ભાવમાં સતત ત્રીજા દિવસે પણ વધારો જોવા મળ્યો છે જેના કારણે સામાન્ય લોકોમાં મુશ્કેલીનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે સીંગતેલના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો નોંધાતા લોકોમાં હાહાકાર જોવા મલી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં સીંગતેલના ભાવમાં ડબ્બે 150 રૂપિયાનો વધારો થયો છે.
જાણો કેટલા વધ્યા ભાવ
3 દિવસમાં 150 રૂપિયાના વધારા બાદ હવે સીંગતેલના ડબ્બાનો ભાવ 2870થી વધીને 2900 સુધી પહોંચ્યો છે. આ સિવાય છેલ્લા થોડા દિવસમાં ચીન દ્વારા સીંગતેલની માગ વધતા ભાવ વધારો જોવા મળ્યો છે. સીંગતેલમાં ફરી આક્રમક તેજી જોવા મળી રહી છે. છેલ્લાં 3 દિવસથી સીંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. 3 દિવસમાં ડબ્બે રૂપિયા 150નો ભાવ વધારો થયો છે. ચીનમાં મોટાપાયે નિકાસ વેપાર થતાં સીંગતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ખાદ્યતેલમાં આયાત ડ્યુટી વધારવા મુદ્દે દેશમાં ઓઇલ મીલોની માગ છે તેના કારણે આગામી સમયમાં ડ્યૂટીમાં વધારો થશે તેવા અહેવાલો છે. બીજીબાજુ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ઘટી જતા ચાલુ વર્ષે ઉત્પાદનમાં ઘટાડાની અસર બજારમાં જોવા મળી રહી છે.
ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીના પાકનો અંદાજ 28-29 લાખ ટન મુકવામાં આવ્યો છે જે ગતવર્ષે 32-33 લાખ ટન હતો. ઉત્પાદનમાં ઘટાડો અને સીંગદાણા તથા સીંગતેલની નિકાસના કારણે બજારને સપોર્ટ મળ્યો છે. ચીનમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રતિ ટન 2000-2200 ડોલરના ભાવે સીંગતેલના મોટા પાયે સોદાઓ થયા હતા જેની ડિલિવરીનો સમય ચાલી રહ્યો છે જેના કારણે સ્થાનિક બજારમાં તેજી જોવા મળી છે. ચીનની નિકાસ ઘટવા ઉપરાંત સ્થાનિકમાં માગ ઘટે તો જ બજારમાં ભાવ સ્થિર બની શકે છે.