• દૂધના ભાવમાં કિલો ફેટે રૂ.10નો વધારો
  • દૂધનો કિલો ફેટે ભાવ રૂ.800એ પહોંચાડ્યો
  • પશુપાલકોને કિલો ફેટે રૂ.10નો વધારો મળશે

જામનગરના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અહીં મહિનામાં સતત ત્રીજી વખત જિલ્લા દૂધ સંઘ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘના ચેરમેન કાન્તિલાલ ગઢિયા દ્વારા દૂધના કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

અગાઉ પણ વધ્યા હતા ભાવ

આ ભાવ વધારો પહેલી વાર નથી. આ પહેલા પણ 2 વખત દૂધના ભાવમાં વધારો કરાયો હતો. અગાઉ કિલો ફેટ દીઠ ભાવ 790 રૂપિયા હતા અને હવે તેમાં 10 રૂપિયાનો વધારો કરીને તેને 800 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. એટલે કે પશુપાલકોને કિલો ફેટે 10 રૂપિયાનો વધારો મળશે.

નવા ભાવ આજથી જ લાગૂ

હાલમાં રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા 765 રૂપિયા ભાવ ચૂકવવામાં આવે છે જ્યારે જામનગર દૂધ સંઘ દ્વારા 800 કિલો ફેટના આ ભાવ વધારાથી જામનગર જિલ્લાના પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નવા ભાવ આજથી જ લાગૂ પડશે.  

  • Follow us on: