10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળા વધવા અંગે શિક્ષણ મંત્રી ગૌરવ અનુભવે છે, શિક્ષણની ગુણવત્તા ઘટી હોવાનું સામે આવ્યું તે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર માટે સારી બાબત છે તેવું બોલી ગયા છે, ધોરણ 12માં 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વધી જેમાં આજે જાહેર થયેલા 12 સાયન્સમાં 10 ટકા થી ઓછું પરિણામ ધરાવતી શાળા 34 સામે આવી છે, વર્ષ 2024માં 12 સાયન્સમાં 10 ટકાથી ઓછા પરિણામ વાળી 27 શાળા હતી અને 12 સામાન્ય પ્રવાહમાં 10 ટકા થી ઓછા પરિણામવાળી આ વર્ષે 21 શાળાઓ છે, વર્ષ 2024માં 12 સામાન્ય પ્રવાહમાં 10 ટકાથી ઓછા પરિણામવાળી 19 શાળા હતી.
ધો 12 વિજ્ઞાન પ્રવાહમાં 194 સ્કૂલોનું 100 ટકા પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 194 સ્કૂલોએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. જ્યારે 34 સ્કૂલોએ 10% કરતાં ઓછું પરિણામ મેળવ્યું છે. 831 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે. 8093 વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે. A ગ્રુપનું પરિણામ 91.90 ટકા, B ગ્રુપનું પરિણામ 78.74 અને AB ગ્રુપનું પરિણામ 73.68 છે.
પરિણામ અપલોડ કરવામાં બોર્ડ દ્વારા પહેલી વખત કર્યો વિલંબ
જાહેર કરેલા સમય કરતાં દસ મિનિટ મોડું પરિણામ અપલોડ થયું છે, 10.30 કલાકના બદલે 10.40 કલાકે પરિણામ અપલોડ થયું છે, સામાન્ય રીતે શિક્ષણ બોર્ડ સમય મુજબ પરિણામ અપલોડ કરે છે.
જાણો ગુજરાતનું ગુજકેટનું પરિણામ
ગુજકેટના પરિણામને લઈ વાત કરીએ તો ૯૯ ટકાથી વધુ પર્સેન્ટાઈલ ગ્રુપ એ ૪૮૯ અને ગ્રુપ બી એ ૭૯૦ વિધાર્થીઓ છે, ૯૮ ટકા થી વધુ પર્સેન્ટાઈલ ગ્રુપ એ ૯૭૦ તથા ગ્રુપ બી ૧૫૬૭, ૯૬ ટકા થી વધુ પર્સેન્ટાઈલ ગ્રુપ એ ૧,૯૨૧ તો ગ્રુપ બી ૩૧૬૩.
ગત વર્ષની સરખામણીની તુલનામાં આ વર્ષે 1.06 ટકા પરિણામ વધુ
1,10,395 પરિક્ષાર્થીઓ પૈકી 83,987 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા. ગત વર્ષ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું હતું. વિધાર્થીઓ નું 83,79 ટકા અને વિધાર્થીનીઓનું 83,20 ટકા પરિણામ. 92.91 ટકા પરિણામ સાથે મોરબી જિલ્લામાં સૌથી વધુ પરિણામ, 59.15 ટકા પરિણામ સાથે દાહોદ જિલ્લામાં સૌથી ઓછું પરિણામ. 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી 34 શાળાઓ. A1 ગ્રેડ મેળવનાર ઉમેદવારોની 831 અને A2 ગ્રેડ મેળવનાર 8,083 વિધાર્થીઓ. અંગ્રેજી માધ્યમમા 83,49 ટકા અને ગુજરાતી માધ્યમમાં 83,77 ટકા પરિણામ.
ગ્રૂપ A નું 91,90 ટકા અને ગ્રૂપ B નું 78,74 ટકા અને AB ગ્રુપનું 73,68 ટકા પરિણામ.
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર
3,62,506 પરિક્ષાર્થીઓ પૈકી 3,37,387 વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા. વિદ્યાર્થીઓની તુલનામાં વિદ્યાર્થીનીઓએ ફરી એક વાર મારી બાજી, વિધાર્થીઓ નું 90.78 ટકા અને વિધાર્થીનીઓનું 95.23 ટકા પરિણામ. ગત વર્ષની સરખામણીની તુલનામાં આ વર્ષે 1.14 ટકા પરિણામ વધુ. ગત વર્ષ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું હતું. 100 ટકા પરિણામ ધરાવતા કેન્દ્રોમાં સપ્રેડા વાંગધ્રા ચંદ્રાલા લીંબોદરા અને મીઠાપુર કેન્દ્રનો સમાવેશ ,52.56 ટકા પરિણામ સાથે ખાવડા સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર. વ્યવસાયલક્ષી પ્રવાહનું 90.81 ટકા અને ઉત્તર બુનિયાદી શાળાઓનું 94.04 ટકા પરિણામ.
10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળા વધવા અંગે શિક્ષણ મંત્રી ગૌરવ અનુભવે છે
શિક્ષણની ગુણવત્તા ઘટી હોવાનું સામે આવ્યું તે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર માટે સારી બાબત છે, ધોરણ 12માં 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા વધી, આજે જાહેર થયેલા 12 સાયન્સમાં 10 ટકા થી ઓછું પરિણામ ધરાવતી શાળા 34 સામે આવી, વર્ષ 2024માં 12 સાયન્સમાં 10 ટકાથી ઓછા પરિણામ વાળી 27 શાળા હતી, 12 સામાન્ય પ્રવાહમાં 10 ટકા થી ઓછા પરિણામવાળી આ વર્ષે 21 શાળાઓ છે, વર્ષ 2024માં 12 સામાન્ય પ્રવાહમાં 10 ટકાથી ઓછા પરિણામવાળી 19 શાળા હતી.