- 7 જૂન સુધીમાં કુલ 226 વિરુદ્ધ 134 ગુના દાખલ
- 21 જૂનથી અત્યાર સુધીમાં 568 લોક દરબાર કર્યા
- લોક દરબારમાં 32692 વ્યક્તિઓ હાજર રહ્યા
રાજ્યમાં વ્યાજખોરો સામે ડ્રાઈવ યથાવત છે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું છે કે 7 જૂન સુધીમાં કુલ 226 વિરુદ્ધ 134 ગુના દાખલ કરાયા છે. 21 જૂનથી અત્યાર સુધીમાં 568 લોક દરબાર કર્યા છે. લોક દરબારમાં 32692 વ્યક્તિઓ હાજર રહ્યા છે. નાણાં ઉછીના લેવા છે તો કેન્દ્રની યોજનાઓ છે. લોન ધિરાણ અપાવવામાં સહાયતા માટે કેમ્પનું આયોજન કરાય છે.
આગામી 2થી 3 મહિના અભિયાન ચાલશે
આગામી 2થી 3 મહિના અભિયાન ચાલશે. ખોટી અરજી આવશે તો પણ કાર્યવાહી થશે. ડાયરીથી ધંધો કરતા કોઈ સરકારી કર્મી હોય તો જાણ કરો. ચિંતા કર્યા વગર અરજી આપજો. આવા લોકો સામે કાર્યવાહી કરાશે. 226 આરોપીઓ પૈકી 100થી વધુ લોકો પકડાયા છે. આવી ઘટનામાં વારંવાર પકડાય તો પાસા કરાશે. પોલીસ કર્મચારીઓના ડાયરીમાં ધંધો કરવા પર નિવેદન આપતા જણાવ્યું છે કે ગયા વર્ષે જે અરજીઓ આવી એમની સામે કાર્યવાહી કરી, લોકો સાચી માહિતી આપશે તો જરુર કાર્યવાહી કરાશે. જુનાગઢમાં એક જ દિવસમાં 26 કેસો દાખલ થયા છે. જે લોકો આમાં ફસાયા છે એમણે સામે આવવું જોઈએ. અમે કાર્યવાહી કરશું.
વ્યાજખોરો સામેની ખાસ ઝુંબેશમાં 568 લોકદરબાર યોજવામાં આવ્યા
ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસમાંથી નાગરિકોને મુક્ત કરાવવાના હેતુથી સરકારની સુચનાને લઈને પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરુપે ગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 એફઆઈઆર દાખલ થઈ છે. ગુજરાતમાં 21 જુનથી યોજાયેલી વ્યાજખોરો સામેની ખાસ ઝુંબેશમાં 568 લોકદરબાર યોજવામાં આવ્યા હતા. જેમા 32 હજારથી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો. મળતી માહિતી મુજબ, ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસમાંથી નાગરિકોને મુક્ત કરાવવાના હેતુથી સરકારની સુચનાને લઈને પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરુપે ગુજરાતમાં 226 વ્યાજખોરો સામે 134 એફઆઈઆર દાખલ થઈ છે. ગુજરાતમાં 21 જુનથી યોજાયેલી વ્યાજખોરો સામેની ખાસ ઝુંબેશમાં 568 લોકદરબાર યોજવામાં આવ્યા હતા. જેમા 32 હજારથી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો.
નાણાં ધીરધાર અધિનિયમ 2011 અંગે ખાસ ડ્રાઇવ શરૂ
વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા તારીખ 26 જૂન રોજ રાજ્યભરમાં તમામ શહેર અને જીલ્લા ખાતે નાણાં ધીરધાર અધિનિયમ 2011 અંગે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. 31 જુલાઇના રોજ સુધી ચાલનાર આ ડ્રાઇવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.