ગુજરાતમાં કોરોનાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 95 કેસ નોંધાયા છે. રાજ્યમાં કૂલ એક્ટિવ કેસ 397 થયા છે. જેમાં 375 દર્દીઓને હોમ આઈસોલેશનમાં રખાયા છે. જ્યારે 66 દર્દીઓને સાજા થતાં રજા અપાઈ છે. આ ઉપરાંત રાજ્યમાં હાલ 22 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.
અમદાવાદમાં એક જ દિવસમાં 50 કેસ
અમદાવાદ શહેરમાં આજે એક જ દિવસમાં કોરોનાના નવા 50 કેસ નોંધાયા છે. હાલમાં શહેરમાં કોરોનાના 197 એક્ટિવ કેસ છે, ત્યારે એક અઠવાડિયામાં 2 દર્દીનું કોરોના વાયરસના કારણે મોત પણ થયું છે. શહેરની એલ.જી.હોસ્પિટલમાં 18 વર્ષની મહિલાનું કોરોનાથી મોત થયું છે તો ગઈકાલે એટલે કે 1 જૂનના રોજ પણ 47 વર્ષિય મહિલાનું કોરોનાથી મોત થયું હતું.આમ,અમદાવાદમાં કોરોનાથી 2 લોકોના મોત થયા છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શું કહ્યું ?
ગુજરાતમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે કોરોનાએ ઓમિક્રોન વેરીએન્ટનું સબ વેરીએન્ટ છે, હાલમાં જે કેસ વધી રહ્યા છે તે ચિંતાજનક નથી. આ હવે એક સબ વેરિયન્ટ નિમોનિયા માફક થઈ ગયું છે. આ તો જીવનનો એક હિસ્સો થયો છે. મૃત્યુ થવાના બીજા પણ કારણો પણ હોય શકે છે. કોઈને નાના મોટા પ્રકારની સાથે બીમારીઓ હોય છે, જો સમયસર સારવાર ન લેવામાં આવે તો પણ મૃત્યુ થયું હોઈ શકે છે.