રાજ્યની શાળાઓમાં ઓરડાઓની ઘટ સામે આવી છે,ઘટ સામે જર્જરીત ઓરડાની ચૌંકાવનારી વિગતો સામે આવી છે,દ્વારકા અને જામનગર જિલ્લામાં 628 ઓરડાઓની ઘટ જયારે દ્વારકાની 110 શાળાઓમાં 305 ઓરડાની ઘટ,જામનગરમાં 150 શાળાઓમાં 323 ઓરડાની ઘટ તો બીજી તરફ અરવલ્લી જિલ્લામાં 704 ઓરડાઓ જર્જરીત હાલતમાં છે.
મોટા ભાગના જિલ્લામાં ઓરડાઓ જર્જરીત
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં ચૌંકાવનારી વિગતો સામે આવી છે જેમાંસાબરકાંઠા જિલ્લામાં 380 ઓરડાઓ જર્જરીત,સરકારે અરવલ્લીમાં 407 ઓરડાઓ બનાવ્યા તો સાબરકાંઠા જિલ્લામાં 818 નવા ઓરડા બનાવ્યા છે.અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 131 સરકારી પ્રાથમિક શાળામાં 751 ઓરડાની ઘટ છે. જેમા અમદાવાદ શહેરની 87 શાળામાં 619 અને જિલ્લાની 44 શાળામાં 132 ઓરડાની ઘટ છે.
અમદાવાદની શાળાઓમાં પણ ઓરડાની ઘટ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે શાળાઓમાં નવા ઓરડા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ઓરડાની ઘટના કારણે વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માત્ર અમદાવાદ જિલ્લામા જ 131 સરકારી પ્રાથમિક શાળામાં 751 ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરના સૈજપુર, કોતરપુર, સાબરમતી, રાણીપ, અમરાઈવાડી, ઓઢવ, ખોખરા, અસારવા, બેહરામપુરા, બાપુનગર, દાણીલીમડા, નારણપુરા, સરદારનગર, કાલુપુર, કુબેરનગર, દાણીલીમડા, વાડજ, વટવા, દૂધેશ્વર, સરસપુર સહિતના વિવિધ વિસ્તારની 87 જેટલી સરકારી પ્રાથમિક શાળામાં 619 ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. આ સિવાય અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો, બાવળાની 1 સ્કૂલ, દસ્ક્રોઈની 7, દેત્રોજની 5, ધંધુકાની 1, ધોલેરાની 1, ધોળકાની 8, માંડલની 1, સાણંદની 6, વિરમગામની 14 સરકારી પ્રાથમિક શાળા મળી જિલ્લાની કુલ 44 શાળાઓમાં 132 ઓરડાની ઘટ છે.