• રાજ્યમાં વીજ માગ સતત 24 હજાર મેગાવોટને પાર
  • છેલ્લાં 3 દિવસમાં વીજ માંગ 24 હજાર મેગાવોટને પાર
  • 22 મેના રોજ 24,281 મેગાવોટ વિજળી ખપત નોંધાઈ 

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેની વચ્ચે વીજ માગમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાજ્યમા વીજ માગ સતત 24 હજાર મેગાવોટને પાર પહોંચી ગઇ છે. છેલ્લાં 3 દિવસમાં વીજ માગ 24 હજાર મેગાવોટને પાર છે. 22 મેના રોજ 24,281 મેગાવોટ વિજળી ખપત નોંધાઈ હતી.

મળતી માહિતી મુજબ, 21 મે ના રોજ રાજયમાં વીજળીની મહત્તમ માગ 24,728 મેગાવોટે પહોંચી છે,ચાલુ વર્ષે ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ રેકોર્ડ બ્રેક નોંધાઇ છે. રાજ્યમાં વીજ માંગ સતત 24 હજાર મેગાવોટને પાર જ્યારે છેલ્લાં 3 દિવસમાં વીજ માંગ 24 હજાર મેગાવોટને પાર નોંધાઇ છે. 1મે ના રોજ રાજ્યમાં વીજળીની મહત્તમ 24,728 મેગાવોટ માગ હતી, જ્યારે 22મેના રોજ 24,281 મેગાવોટ વિજળી ખપત નોંધાઈ છે.

રાજ્યમાં આ વર્ષે હિટવેવના પગલે વીજ માગ વધી

1લી મેના રોજ રાજ્યમાં 21795 મે.વો.વીજ માગ સામે 236 3 મે.વો.નો વધારો જોવા મળ્યો હતો. રાજ્યમાં આ વર્ષે હિટવેવના પગલે ઘરગથ્થુ વીજ માગ પણ વધી રહી છે. બીજી તરફ ઔદ્યોગિક વીજ માગની સાથે સાથે કૃષિ વીજ માગ પણ વધી છે. આ વર્ષે રાજ્યના ઘણા શહેરોમાં ઉષ્ણતામાનનો પારો 40 ડિગ્રી ઉપરાંત રહ્યો છે. જેના પગલે નાગરિકોએ એરકુલર, ઇલે.પંખા સહિતના વીજ ઉપકરણોનો વપરાશ વધાર્યો છે. ગતવર્ષે 1લી નવેમ્બરના રોજ વીજ માંગ ઐતિહાસિક સપાટીએ રહી હતી. આ વીજ માગ 24544 મે.વો.ની સપાટીએ રહી હતી.

ઉનાળુ પાકને બચાવવા વીજ માગ સતત વધારો

ત્યારે હવે ગત વર્ષની સપાટીથી 84 મે.વો. જ ઓછી રહી હતી. રાજ્યમાં કુલ વીજ માગમાં ઔદ્યોગિક વીજ માગ 50 ટકા હોય છે. જ્યારે કૃષિ વીજ માગ 25 ટકા હોય છે. આ સિવાય ઘરગથ્થુ સહિતના વિવિધ વીજ ગ્રાહકોની વીજ માગ હોય છે. હાલમાં ઉનાળુ પાકને બચાવવા માટે વીજ માગ સતત વધી રહી છે, તેની અસર પણ કુલ વીજ માગમાં જોવા મળે છે.

ગુજરાતમાં કાળજાળ ગરમીએ મચાવ્યો હાહાકાર..!

  • અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું
  • અમદાવાદમાં શહેરમાં ગરમીનો પારો 46.6 ડીગ્રી
  • અમદાવાદ એરપોર્ટ પર તાપમાન 47.3 ડીગ્રી નોંધાયુ
  • અમદાવાદમાં ગરમીનો છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
  • ગાંધીનગરમાં પણ આજે રેકોર્ડ બ્રેક 46.0 ડીગ્રી તાપમાન
  • સુરેન્દ્રનગરમાં તાપમાન 45.9 ડીગ્રી નોંધાયું
  • વડોદરામાં 45.0 ડીગ્રી તાપમાન નોંધાયું

  • Follow us on: