ગુજરાતમાં આજે અગ્નિકાંડની ઘટનાઓ સામે આવતા તંત્ર દોડતું થયું છે. રાજ્યમાં 24 કલાકની અંદર જ જુદા-જુદા સ્થાનો પર ભીષણ આગ દુર્ઘટનાઓ સામે આવી છે. બનાસકાંઠાના ડીસામાં સૌથી મોટી ભીષણ આગ દુર્ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ગુજરાત માટે આજે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો છે.
1) બનાસકાંઠા
બનાસકાંઠાના ડીસામાં ફેકટરીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે.ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. ડીસામાં ઢુંસાની ફેકટરીમાં આગ દુર્ઘટનામાં અંદાજે 13 લોકોનો મોત થયાનું અનુમાન છે અને 5થી વધુ લોકોને ગંભીર ઇજા પંહોચતા સારવાર માટે મોકલવામા આવ્યા છે. આગ દુર્ઘટનામાં મોતનો આંકડો હજુ વધી શકે છે. GIDCમાં ફટાકડાના ગોડાઉનમાં આગ દુર્ઘટનામાં મુખ્યમંત્રીએ કલેકટર અને પ્રભારીને તમામ સંભવ મદદ કરવા સૂચન કર્યું છે.
2) રાજકોટ
રાજકોટમાં નવા ગામ પાસે કેમિકલ ફેક્ટરીમાં ભયંકર આગ લાગ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. નવા ગામ પાસે સાબુ અને કેમિકલ બનાવતી કંપનીમાં આગની દુર્ઘટના બનવા પામી છે. નવા ગામ પાસે જે.કે.કોટેજ કેમિકલ ફેક્ટરીમાં લાગેલ આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. કેમિકલ ફેકટરીમાં આગ લાગતા ફાયર અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર પંહોચી ગયો. ફાયર ફાઈટરો આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો. આગમાં બારદાન બળીને ખાખ થયો છે. સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની થઈ હોવાનું સામે આવ્યું નથી.
3) કચ્છ
કચ્છમાં શંકર ટીમ્બરમાં વહેલી સવારે આગ દુર્ઘટના બની હતી. ભચાઉ હાઇવે પર પડાણા નજીક આગ લાગી હતી. પરંતુ ફાયર બ્રિગેડની તાત્કાલિક મદદ લેવાતા ટિમ્બરમાં લાગેલ આગ પર કાબૂ મેળવાયો છે. શંકર ટીમ્બરના 3 યુનિટમાં આગ ફેલાઈ હતી. શંકર ટીમ્બરમાં લાગેલ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
4) લીંબડી
લીંબડી ધંધુકા રોડ પર જીનીંગ પ્રેસંગીમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ધંધુકા રોડ પર આવેલા મંગલદીપ જીનીંગ પ્રેસીંગમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. લીંબડી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. મંગલદીપ જીનીંગ પ્રેસીગં મોટાપાયે કપાસનો જથ્થો હતો તે આગમાં બળીને ખાખ થયો. હજારો મણ બીટી કપાસનો જથ્થો આગમાં સળગીને ખાખ થઈ જતા મંગલદીપ જીનીંગ પ્રેસંગીને મોટું આર્થિક નુકસાન થયું.
5) વાઘોડિયા
વાઘોડિયામાં મધ્યરાત્રિએ દુકાનમાં આગની ઘટના બનતા બજારના વેપારી મોડી રાત્રે દોડી આવ્યા હતા. વાઘોડિયા બજારમાં સાઈ જનરલ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં આગની ઘટના બની હતી. લાગેલ આગમાં વેપારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને કોલ કરતા આગ પર કાબૂ મેળવાયો. આગ દુર્ઘટનાને લઈને વેપારીઓનું માનવું છું કે કોઈએ જાણી જોઈને આ કારસ્તાન કર્યું હોઈ શકે. તસ્કરોએ આગ લગાવ્યાનું વેપારીનું અનુમાન છે. કારણ કે બે દિવસ પહેલા કંગન સ્ટોરની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. દુર્ઘટનાને પગલે શંકાના આધારે પોલીસે શકમંદની અટકાયત કરી છે જ્યારે અન્ય 3 લોકો ફરાર થતા તેમની શોધખોળ હાથ ધરી છે.જો કે સાઈ જનરલ પ્રોવિઝનના રાખેલ સામાન આગમાં ખાખ થઈ ગયો છે.
આજે ગુજરાત ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ઘરમાં રાખેલા ફટાકડા સળગવાથી સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગની દુર્ઘટના બનવા પામી હતી. આ દુર્ઘટનામાં 7લોકો મોત થયા હતા. જેમાં 4 બાળકો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે.













