ગુજરાતમાંથી 300થી વધુ બાંગ્લાદેશીઓ ડિપોર્ટ કરવામાં આવ્યા છે, ખાસ વિમાનમાં બાંગ્લાદેશીઓને રવાના કરાયા હોવાની માહિતી સૂત્રો તરફથી સામે આવી છે, વડોદરાથી વિમાન મારફ્તે બાંગ્લાદેશીઓને રવાના કરાયા છે, વડોદરાથી એરક્રાફ્ટ સીધુ અગરતલામાં ઉતર્યુ હોવાની વાત સામે આવી છે, પોલીસના વાહનમાં તમામ લોકોને તેમના વતન મોકલી દેવામાં આવ્યા છે.
વાહન મારફ્તે તમામ લોકોને બાંગ્લાદેશ મોકલાયા
રાજ્યના અલગ-અલગ શહેરોમાં રહેતા હતા બાંગ્લાદેશીઓને તેમના વતન પરત મોકલાયા છે, સુરતમાં 134 માંથી 90 ગેરકાયદે બાંગ્લાદેશી હોવાનું ખૂલ્યું છે, પોલીસની 134ની તપાસ પૂરી થતા સરકારને રિપોર્ટ કરાયો હતો અને પોલીસે સમગ્ર ગુજરાતમાંથી અલગ-અલગ બાંગ્લાદેશીઓને લઈ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી હતી અને અમદાવાદમાં 800થી વધુ બાંગ્લાદેશી પકડાયા હતા, સુરત શહેર SOG-DCBએ રિપોર્ટ કર્યો છે, 134 સંદિગ્ધ બાંગ્લાદેશીઓમાં જેમાં 47 મહિલા અને 87 પુરૂષ છે જેમાં 90 જેટલી વ્યક્તિ બાંગ્લાદેશની વતની હોવાનું કન્ફર્મ થયું છે.
50 થી 60 ઘૂસણખોરોનું ક્રોસ વેરિફિકેશન અંતિમ તબક્કામાં
આ બાંગ્લાદેશીઓ ગુજરાતના અલગ-અલગ શહેરમાં રહેતા હતા અને તેમનું વેરિફિકેશન પૂર્ણ થતા તેમને રવાના કરવામાં આવ્યા છે, બાકીનાને બીજા તબક્કામાં ડિપોર્ટ કરાશે તો ગુજરાત પોલીસે વડોદરા ખાતેથી ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે, જરાતમાં ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીઓ પર સરકારે કડક એક્શન લીધી છે. ગુજરાત પોલીસે ઇતિહાસનું સૌથી મોટું અને પહેલુ મેગા ડિપૉર્ટ ઓપરેશન હાથ ધરીને 300 બાંગ્લાદેશી ઘૂસણખોરોને બાંગ્લાદેશ રવાના કરી દીધા છે.
વલસાડમાં 700 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી હતી
વલસાડ જિલ્લા પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે આ બાંગ્લાદેશીઓ છેલ્લા 3-4 વર્ષથી અલગ અલગ સમયે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હતી, નેપાળ અને દેશની અન્ય બોર્ડરથી તેઓ ગેરકાયદેસર દેશમાં ઘુસી અને વાયા પશ્ચિમ બંગાળ થઈ દેશના અન્ય વિસ્તારોમાં પહોંચ્યા હતા. ત્યારબાદ ઉમરગામમાં આવીને તેઓ ઉમરગામની એક ગારમેન્ટ કંપનીમાં કામ કરતા હોવાનું બહાર આવ્યુ છે. આથી પોલીસે હવે જિલ્લાના છેવાડાના અને ઔદ્યોગિક વિસ્તારોમાં અને કંપનીઓમાં શકમંદોને અટકાયત શરૂ કરી છે. જે અંતર્ગત અત્યાર સુધી 700 જેટલા શકમંદોની અટકાયત કરવામાં આવી છે. જેમાંથી 7 બાંગ્લાદેશીઓ ઝડપાયા છે. પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે એક આરોપી અગાઉ પણ ઘૂસણખોરીમાં ઝડપાઈ ચૂક્યો હતો. જોકે તે વખતે તેને ડિપોર્ટ નહીં કરતા તે અહીં જ રોકાઈ ગયો હોવાનું પણ બહાર આવ્યું છે.