કોંગ્રેસ આગામી ચૂંટણીને લઈને ભાજપને હરાવવા ધીરેધીરે મક્કમપણે આગળ વધી રહી છે. ઉત્તરપ્રદેશ બાદ કોંગ્રેસ હવે ભાજપના ગઢ ગુજરાતમાં ગાબડુ પાડવા પ્રયાસ કરી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસનું 2 દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. અમદાવાદમાં યોજાનર કોંગ્રેસનું રાષ્ટ્રિય અધિવેશન સંમેલન ગુજરાતમાં છઠ્ઠી વખત અને અમદાવાદમાં ત્રીજી વખત યોજાઈ રહ્યું છે.
64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. છ દાયકા બાદ કોંગ્રેસ ગુજરાતમાં તેનું રાષ્ટ્રીય સંમેલન યોજી રહ્યું છે.અમદાવાદમાં યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનનું ઇતિહાસમાં પણ અનેરું સ્થાન રહ્યું છે. ગુજરાતમાં છઠ્ઠી વખત અને અમદાવાદમાં ત્રીજી વખત કોંગ્રેસનું રાષ્ટ્રિય અધિવેશન યોજાઈ રહ્યું છે. અમદાવાદમાં 8 એપ્રિલ અને 9 એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટિરય અધિવેશન યોજાઈ રહ્યું છે. આ સંમેલન શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ખાતે યોજાશે અને તેમાં સાબરમતી આશ્રમ ખાતે પ્રાર્થના સભા તેમજ ગુજરાતના વારસા અને કોંગ્રેસના વારસા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. આ સંમેલનમાં દેશ સામેના મુખ્ય મુદ્દાઓ અને રાજકીય પડકારોની ચર્ચા કરવામાં આવશે.
1921નું અમદાવાદ અધિવેશન: 27-28 ડિસેમ્બર, 1921ના રોજ અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું, જેમાં હકીમ અજમલ ખાનને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અમદાવાદ અધિવેશનનું ભારતીય સ્વતંત્રતા સંગ્રામ અને પક્ષના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન છે.
ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનનો ઇતિહાસ:
1. 1902, અમદાવાદ: રાષ્ટ્રપતિ સુરેન્દ્રનાથ બેનર્જી.બંગાળ કેસરી શ્રી સુરેન્દ્રનાથ બેનરજી અધિવેશન પ્રમુખ હતા. અને સ્વાગત પ્રમુખ દિવાનબહાદુર અંબાલાલ સાકરલાલ દેસાઇ હતા.
2. 1907, સુરત: પ્રમુખ રાશ બિહારી ઘોષ; આ સત્રમાં મધ્યમ અને ઉગ્રવાદી નેતાઓ વચ્ચે વિભાજન જોવા મળ્યું.
3. 1921, અમદાવાદ: અધિવેશન પ્રમુખ હકીમ અજમલ ખાન હતા. જો કે તેમના પહેલા અધિવેશન પ્રમુખ દેશબંધ ચિતરંજન દાસ હતા. પરંતુ તેમની અધિવેશન અગાઉ ધરપકડ થતા કામચલાઉ પ્રમુખ પદે રાષ્ટ્રપતિ હકીમ અજમલ ખાનની વરણી કરવામાં આવી હતી.
4. 1938, હરિપુર: રાષ્ટ્રપતિ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ હતા જ્યારે સ્વાગત પ્રમુખ દરબાર ગોપાલદાસ હતા
5. 1961, ભાવનગર: રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી અધિવેશન પ્રમુખ હતા જ્યારે સ્વાગત પ્રમુખ ઠાકોરભાઈ દેસાઈ હતા.
2025નું રાષ્ટ્રીય અધિવેશ સંમેલન કોંગ્રેસ પક્ષ માટે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાતમાં તેમના મૂલ્યો અને વારસાને પુનર્જીવિત કરવાનો મહત્વપૂર્ણ અવસર કહી શકાય.
કોંંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અગાઉની અમદાવાદ મુલાકાત દરમિયાન આકરા તેવર બતાવ્યા હતા. રાહુલ ગાંધીએ પોતાના કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે અનેક લોકો પક્ષમાં રહી અન્ય પક્ષો માટે કામગીરી કરે છે. કાર્યકરોના દિલમાં કોંગ્રેસ હોવી જોઈએ. કોંગ્રેસનું આ અધિવેશન કાર્યકરોમાં પ્રાણ ફૂંકશે તેવું માનવામાં આવી રહ્યું છે.













