- બપોરે 2 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ
- જામનગરના લાલપુરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ પડ્યો
- ઓલપાડમાં 2 ઇંચ, કલ્યાણપુરમાં 2 ઇંચ આવ્યો
ગુજરાત રાજ્યમાં આજે 95 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 95 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમજ જામનગરના લાલપુરમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ પડ્યો છે. તથા ઓલપાડમાં 2 ઇંચ, કલ્યાણપુરમાં 2 ઇંચ તેમજ ભાણવડમાં 1.5 ઇંચ, સંખેડામાં 1.5 ઇંચ અને કરજણમાં સવા ઇંચ, નેત્રંગમાં સવા ઇંચ વરસાદ આવ્યો છે.
નાંદોદ, હાલોલ, ડભોઇમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો
નાંદોદ, હાલોલ, ડભોઇમાં 1-1 ઇંચ વરસાદ સાથે અંકલેશ્વર, ખંભાળિયા, બરવાળામાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં 24 કલાકમાં 32 તાલુકામાં એકથી સાડા ત્રણ ઈંચ વરસાદ આવ્યો છે. જેમાં મેંદરડા તાલુકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ, ખંભાળીયામાં ત્રણ ઈંચ વરસાદ તથા સંખેડામાં અઢી ઈંચ વરસાદ, સુબીર, તાલાલામાં અઢી ઈંચ વરસાદ તથા મુન્દ્રા, જૂનાગઢમાં સવા બે ઈંચ વરસાદ અને વંથલી, કાલાવડમાં સવા બે ઈંચ વરસાદ તથા બોટાદ, વિસાવદરમાં બે બે ઈંચ વરસાદ અને પાલિતાણા, લોધિકામાં બે ઈંચ વરસાદ આવ્યો છે.
દાહોદ, નિઝર, સિનોરમાં પોણો ઈંચ વરસાદ આવ્યો
સાવરકુંડલામાં વરસ્યો બે ઈંચ વરસાદ તથા ટંકારા, વાલીયામાં વરસ્યો દોઢ દોઢ ઈંચ વરસાદ, બોડેલી,માંગરોળમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ સાથે નેત્રંગ, માળીયા હાટીનામાં દોઢ ઈંચ વરસાદ તથા પડધરી, ચુડામાં દોઢ દોઢ ઈંચ વરસાદ અને જેતપુર પાવી, ક્વાંટમાં દોઢ દોઢ ઈંચ વરસાદ તથા કોટડા સાંગાણી, લાઠીમાં સવા ઈંચ વરસાદ, વાપી, મહુવા, બારડોલીમાં એક એક ઈંચ વરસાદ અને નસવાડી, લાલપુરમાં પોણો ઈંચ વરસાદ સાથે રાજકોટ શહેરમાં બે ઈંચ વરસાદ આવ્યો છે. તેમજ કેશોદ, જામજોધપુર, ડોલવણમાં પોણો ઈંચ વરસાદ અને ખેરગામ, ધાનપુરમાં પોણો ઈંચ વરસાદ સાથે દાહોદ, નિઝર, સિનોરમાં પોણો ઈંચ વરસાદ આવ્યો છે.