ભાજપમાં આજથી મંડળના પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.સૌ પ્રથમ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં મંડળ પ્રમુખની જાહેરાત કરાઇ છે
ગુજરાત પ્રદેશ ભાજપનાં નવા સંગઠનને લઈને સૌથી મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. BJP નાં નવા સંગઠન માટે નિયુક્તિઓની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મંડલ અને સમંડલ પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે. BJP દ્વારા જિલ્લાઓમાં મંડલ અને સમંડલ પ્રમુખોની યાદી જાહેર કરી માહિતી અપાઈ છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થવાની છે ત્યારે આ ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપનાં નવા સંગઠનની નિયુક્તિઓની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાત ભાજપ દ્વારા આજે વિવિધ જિલ્લાઓમાં મંડલ અને સમંડલ પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે. પાર્ટીએ બનાસકાંઠા, મહેસાણા, જૂનાગઢ અને સાબરકાંઠા જિલ્લાના મંડલ પ્રમુખોની યાદી જાહેર કરી છે.

ભાજપમાં આજથી મંડળના પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.સૌ પ્રથમ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં મંડળ પ્રમુખની જાહેરાત કરાઇ છે. પ્રાંતિજ તાલુકા, પ્રાંતિજ શહેર, હિંમતનગર શહેર, હિંમતનગર તાલુકા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પોષીના, વડાલી, ઇડર, તલોદ અને વિજયનગરમાં મંડળ પ્રમુખની નિમણુક કરવામાં આવી રાજ્યમાં ૨૫ ડિસેમ્બર સુધી તમામ મંડળના પ્રમુખોની જાહેરાત થવાની શક્યતા છે.