• પોઝિટીવ પોસ્ટથી આપ્યો ખાસ મેસેજ
  • સોશિયલ મીડિયા એકાઉન્ટથી હટાવ્યા બંનેના ફોટોઝ
  • સાટા પધ્ધતિથી નક્કી થઈ હતી કિંજલ અને પવન જોષીની સગાઈ

ગરબા ક્વિન તરીકે જાણીતી ગુજરાતી સિંગર કિંજલ દવેનું મોટું ફેન ફોલોઈંગ છે. તે ગરબા અને અન્ય સોંગ્સના કારણે ગુજરાત સાથે જ વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી ચૂકી છે. કિંજલ દવેની પવન જોષી સાથેની સગાઈ તૂટ્યાને લગભગ 4 દિવસનો સમય થયો છે. આ પછી તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે કિંજલ અને પવન જોષીની સગાઈ આજથી પાંચ વર્ષ પહેલા થઈ હતી. નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પવન જોષીની બહેનના લગ્ન કિંજલના ભાઈ આકાશ સાથે નક્કી થયા હતા પરંતુ પવનની બહેને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લેતા આ સગાઈ તૂટી હોવાનું જાણવા મળે છે. કિંજલ દવેએ અત્યાર સુધી સગાઈ તૂટવાને લઈને ક્યાંય કોઈ સ્પષ્ટતા કરી નથી. આ સિવાય સગાઈ તૂટી ત્યારે જ તેણે પાંચ વર્ષની સગાઈમાં મંગેતર પવન જોષી સાથેની તમામ તસવીરો કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી હટાવી દીધી છે. જે તેમના સંબંધોના પૂરા થયાની ખાતરી કરે છે. હવે કિંજલ દવેએ સગાઈ તૂટ્યા બાદ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પહેલી પોસ્ટ મૂકી છે. જેમાં તે રીલેક્સ મૂડમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે પોસ્ટમાં લખ્યું છે કે Wherever life plants you, bloom with Grace? Good morning" એટલે કે "જિંદગીમાં જ્યાં પણ અટકો ત્યાંથી આકર્ષક રીતે ખીલો, શુભ સવાર".

 

સાટા પદ્ધતિથી નક્કી કરાઈ હતી સગાઈ

મળતી માહિતી અનુસાર સાટા પદ્ધતિથી કિંજલ અને તેના ભાઈ આકાશની સગાઈ કરવામાં આવી હતી. કિંજલના ફિયોન્સ પવનની બહેન સાથે આકાશ દવેની પણ સગાઈ કરાઈ હતી. પવન જોશીની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઈ તૂટી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

  • Follow us on: