ભારત પાક વચ્ચે તનાવભરી સ્થિતિ હતી તેને લઈ ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે, તેમનું કહેવું છે કે, ભારતના નિર્દોષ લોકોના જીવ લેનાર એક-એક આતંકીઓ અને તેમના આકાઓને જવાબ અપાયો છે, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં રહેલા આતંકીઓના અડ્ડાઓને ધ્વસ્ત કરવાનું કાર્ય કર્યુ છે, દેશની સેના પર આજે ગર્વ છે સૌ કોઈને.


દેશના સૌ નાગરિકોને અભિમાન પણ હોવું જોઈએ : હર્ષ સંઘવી

તો હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, સેનાી આ કાર્યવાહીને લઈ દેશના સૌ નાગરિકોને અભિમાન પણ હોવું જોઈએ અને આતંકીઓ માનવતાના ખૂની હતા અને આવા દાનવોના ઘરમાં ઘૂસી ઘુસીને જવાબ આપવાનું કામ સેનાએ કર્યું છે, પીએમ મોદીએ કરેલ કાર્યએ દેશની દુનિયાભરમાં તાકાત બદલી નાખી છે અને સેનાનું મનોબળ મજબૂત કરવાનું કાર્ય કર્યું છે, સેના જોડે મળી પીએમ મોદીએ ડિફેન્સ સિસ્ટમ વસાવી અને પાકિસ્તાનના એક-એક ડ્રોનને દિવાળીના ફટાકડાની જેમ સાફ કરી નાખ્યા છે એ આપણા માટે ગૌરવની વાત છે.

એક પ્રાર્થના દેશના એક એક સૈનિકો માટે પણ કરજો : હર્ષ સંઘવી

તો હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, મંદિરે જાવ અને પોતાના માટે પ્રાર્થના કરો ત્યારે એક પ્રાર્થના દેશના એક એક સૈનિકો માટે પણ કરજો અને દેશની સેનાના પરિવારને વંદન આપવા જોઈએ સાથે સાથે ગોળી સામે ગોળો ચલાવવાની પીએમ મોદીમાં ક્ષમતા છે અને મિનિટોની અંદર આતંકીઓના અડ્ડા ધ્વસ્ત થયા છે, આ ભારતની આ ખૂબ મોટી જીત છે અને આજે દેશના સૌ નાગરિકો ભારતીય સેના પર ગર્વ અનુભવી રહ્યા છે.

14 આતંકવાદીઓની હિટલિસ્ટ, સુરક્ષા દળો દ્વારા 6 ઠાર કરાયા

જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરાયેલા 'ઓપરેશન સિંદૂર'એ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદની કમર તોડી નાખી છે. ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલ હિટ લિસ્ટમાં રહેલા 14 સ્થાનિક આતંકવાદીઓમાંથી અત્યાર સુધીમાં 6 લોકો માર્યા ગયા છે. આ આતંકવાદીઓની ઓળખ અને સ્થાન સચોટ ગુપ્ત માહિતી અને ટેકનિકલ દેખરેખના આધારે કરવામાં આવ્યું હતું. તેમનું કામ પાકિસ્તાની આતંકવાદીઓને સ્થાનિક લોજિસ્ટિકલ સપોર્ટ, છુપાવાનું સ્થળ અને મદદ પૂરી પાડવાનું હતું. આ કારણોસર તેને મારવો ખૂબ જ જરૂરી હતો.


  • Follow us on: