સુરતમાં ખાવડા અને વટામણથી નવસારી સુધી પાવર ગ્રીડ વીજલાઈનો નાંખવામાં આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. મોટી સંખ્યામાં ભેગા થયેલા ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટર સમક્ષ વીજ કંપનીઓ વધુ વળતર આપે તેવી ખેડૂતોએ માગ કરી હતી. ખેડૂતોની રજૂઆત સાંભળીને કલેક્ટર દ્વારા યોગ્ય વળતર મળશે તેવી હૈયાધારણા અપાઈ હતી.


યોગ્ય વળતર મળશે તેવી હૈયાધારણા

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં ખાવડા અને વટામણથી લઈને નવસારી સુધી પસાર થતી 765 કેવી પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. આ મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા હતાં અને વળતર મુદ્દે રજૂઆત કરાઈ હતી. વીજ કંપની દ્વારા ખેડૂતોને ઓછુ વળતર આપવામાં આવે છે. ખેડૂતોને વધારે વળતર મળે તે માટે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. કલેક્ટરે ખેડૂતોની વાત સાંભળીને યોગ્ય વળતર મળશે તેવી હૈયાધારણા આપી હતી.

ખેડૂત જમીન વિહોણા થવાની તૈયારીમાં

ખેડૂતોએ કહ્યું હતુ કે, એક ખેડૂતના ખેતરમાંથી અત્યાર સુધીમાં ચાર પ્રોજેક્ટની લાઈન પસાર થતાં ખેડૂત જમીન વિહોણા થવાની તૈયારીમાં છે. ખેડૂતોએ એવી ચીમકી ઉચ્ચારી હતી કે, જો વધુ વળતર નહીં મળે તો લાઈન નાંખવા દેવામાં નહીં આવે. કલેક્ટરે ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈને તેનો ઉકેલ લાવવા માટે પણ ખાતરી આપી હતી.


  • Follow us on: