• તબેલા પર લગાવેલી સોલાર પેનલ ઉડી ગયી
  • પોલીસે સેડ હટાવવાની કામગીરી શરૂ કરી
  • વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

માવઠાના કારણે હવે તેની અસર જોવા મળી રહી છે. જેમાં સુરત જિલ્લા વરસેલા ભારે પવન સાથે કમોસમી વરસાદને લઈને જન જીવન પ્રભાવિત થયું છે. આ વચ્ચે ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ઓલપાડ સુરત સ્ટેટ હાઇવે બ્લોક થઇ ગયો છે. જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે અને વાહનોની લાંબી લાઈન લાગી છે.

આ અંગેની માહિતી અનુસાર, એક તબેલાનો શેડ તૂટી પડ્યો અને ઉડીને સ્ટેટ હાઇવે પર પડ્યો છે. સ્ટેટ હાઇવે બ્લોક થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સેડ ઉડી રસ્તા પર પડ્યો છે. જેમાં તબેલા પર લગાવેલી સોલાર પેનલ ઉડી ગઈ છે. ઓલપાડ-સારોલી જવાનો એક તરફનો રસ્તો બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ છે.


હાલમાં પોલીસે સેડ હટાવવાની કામગીરી શરૂ કરી છે. તેમજ સુરત જિલ્લા વહીવટી તંત્ર કામે લાગ્યું છે. અને તાત્કાલિક રસ્તો શરૂ થાય તેના માટે કામે લાગ્યું છે. સુરત જિલ્લામાં વરસાદથી ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. ઓલપાડ તાલુકામાં સૌથી વધારે નુકસાન થયું છે. વન અને પર્યાવરણ મંત્રી વિઝીટ માટે પહોંચ્યા છે.

ઓલપાડ-સુરત સ્ટેટ હાઇવે બ્લોક થઇ ગયો હતો. જેના માટે ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે. ખેતરોમાં પાણી ભરાયા પાકને નુકસાનથી ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે. આ માટે ગામોના તલાટીઓને સૂચના આપવામાં આવી છે.

તેમજ ઠેર ઠેર ઝાડ પડવાના કારણે વીજપોલ ધરાશાયી થયા છે. ત્યારે તાત્કાલિક DGVCL ની ટીમોને સૂચન આપી તાત્કાલિક રીપેરીંગ કામગીરી કરવામાં આવે છે. તેમજ હજુ મેન લાઈન બંધ હોવાથી ગામડાઓમાં લાઈટ ન હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. જેના પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. 

  • Follow us on: